For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FBIએ જાહેર કરી નીરજા ભનોટના હત્યારાઓની તસવીર

નીરજા ભનોટ... એક એવું નામ જેની મૃત્યુ અંગે ભારત જ નહીં, અમેરિકા અને પાકિસ્તાન જેવા દેશો પણ શોકમગ્ન હતા. 23 વર્ષીય અત્યંત સુંદર અને હિંમતવાન યુવતીએ પોતાનો જીવ જોખમમાં મુકી 360 લોકોનો જીવ બચાવ્યો હતો.

By Shachi
|
Google Oneindia Gujarati News

નીરજા ભનોટ... એક એવું નામ જેની મૃત્યુ અંગે ભારત જ નહીં, અમેરિકા અને પાકિસ્તાન જેવા દેશો પણ શોકમગ્ન હતા. 23 વર્ષીય અત્યંત સુંદર અને હિંમતવાન યુવતીએ પોતાનો જીવ જોખમમાં મુકી 360 લોકોનો જીવ બચાવ્યો હતો. પોતાની હિંમતના દમ પર જ તે હિરોઇન ઓફ હાઇજેક બની. એ નીરજા ભનોટની હત્યા જેમના હાથે થઇ હતી, એ ચાર આતંકવાદીઓની તસવીરો એફબીઆઈ(US Federal Bureau of Investigation)એ રિલીઝ કરી છે. એ હાઇજેકર્સ હતા મોહમ્મદ હાફિઝ અલ ટર્કી, જમાલ સઈદ અબ્દુલ રહીમ, મોહમ્મદ અબ્દુલ્લા ખલિલ હુસેન અર્યાલ અને મોહમ્મદ અહમદ અલ મુન્નવ્વર.

અશોક ચક્રનું સન્માન

ઉલ્લેખનીય છે કે, નીરજા વર્ષ 19686માં પેન એમના ફ્લાઇટ હાઇજેકમાં યાત્રીઓને બચાવતા આતંકવાદીઓનો શિકાર થઇ હતા. નીરજા દેશની પહેલી એવી નાગરિક હતી, જેને અશોક ચક્ર, એક સર્વોચ્ચ સૈનિક સમાન સન્માન આપવામાં આવ્યું હતું.

ચંદીગઢમાં જન્મ

ચંદીગઢમાં જન્મ

નીરજા ભનોટનો જન્મ પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢમાં થયો હતો. તેના માતા-પિતા રમા ભનોટ અને હરીશ ભનોટ મુંબઇ બેઝ્ડ જર્નાલિસ્ટ હતા. વર્ષ 1985માં લગ્નગ્રંથિથી જોડાનાર નીરજા માત્ર બે માસ બાદ કરિયાવરના દબાણને કારણે પોતાના પતિને છોડી માતા-પિતાના ઘરે આવી ગઇ હતી. લગ્ન પહેલાં તે મોડલિંગ કરતી હતી, પરંતુ લગ્ન બાદ તેણે એ કામ છોડવું પડ્યું. પતિનું ઘર છોડ્યા બાદ તેણે ફરીથી મોડલિંગ શરૂ કર્યું હતું.

ફિલિસ્તાનના આતંકીઓ હતા

ફિલિસ્તાનના આતંકીઓ હતા

આ દરમિયાન જ નીરજાએ અમેરિકન એરલાયન્સ પેન એમમાં ફ્લાઇટ અટેન્ડન્ટની જોબ માટે અરજી કરી હતી અને તેને નોકરી મળી ગઇ હતી. 5 સપ્ટેમ્બર, 1986ના રોજ નીરજા પોતાની ડ્યૂટી હેઠળ પેનએમ 73 ફ્લાઇટમાં ત્યારે જ ફિલિસ્તાનના આતંકી સંગઠન અબુ નિદાલના ચાર આતંકીઓએ ફ્લાઇટ હાઇજેક કરી હતી, જેને લીબિયાનું સમર્થન હતું. આ ફ્લાઇટ પાકિસ્તાનના કરાચી થતા ફ્રેંકફર્ટ, જર્મની અને પછી ન્યૂયોર્ક જવાની હતી. મુંબઇથી ફ્લાઇટે ટેકઓફ કર્યું હતું, જેમાં 369 યાત્રીઓ હતા.

સિક્યોરિટીના વેશમાં હતા આતંકી

સિક્યોરિટીના વેશમાં હતા આતંકી

વિમાન કરાચીમાં હતું ત્યારે આતંકીઓ સિક્યોરિટી પર્સનલના પહેરવેશમાં વિમાનમાં દાખલ થયા હતા. તેમણે નીરજાને આદેશ આપ્યો કે, તે તમામ યાત્રીઓના પાસપોર્ટ ભેગા કરે, જેથી વિમાનમાં સવાર અમેરિકન અંગે તેમને જાણકારી મળે. એરક્રાફ્ટની અંદર આવતા જ તેમણે ગોળીબાર શરૂ કર્યો હતો, તેઓ ફ્લાઇટને ઇઝરાયેલ લઇ જઇ ક્રેશ કરવા માંગતા હતા.

નીરજાની બહાદુરી સામે પાક. પણ નતમસ્તક

નીરજાની બહાદુરી સામે પાક. પણ નતમસ્તક

નીરજાએ હિંમત કરી વિમાનનો ઇમરજન્સી ડોર ખાલી યાત્રીઓને બહાર નીકળવામાં મદદ કરી હતી. તે સૌથી પહેલાં વિમાનની બહાર નીકળી શકે એમ હતી, પરંતુ તેણે એવું ના કર્યું. તેણે અનેક બાળકોને આતંકીઓન ગોળીના નિશાન બનતા બચાવ્યા, ત્રણ બાળકોને બહાર કાઢતી વખતે આખરે તે પોતે આતંકીઓની ગોળીનું નિશાન બની ગઇ. નીરજાની બહાદુરી સામે માત્ર ભારત જ નહીં, પાકિસ્તાન પણ નતમસ્તક થયું અને પાકિસ્તાને પણ ભારતની આ પુત્રીને ‘તમગા-એ-ઇન્સાનિયત'થી નવાજી.

English summary
The US Federal Bureau of Investigations on Thursday released age-progressed photographs of four alleged hijackers charged with the 1986 hijack of Pan Am Flight 73 that killed 20 people, including Indian flight attendant Neerja Bhanot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X