For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FDIનો નિર્ણય પાછો ના લીધો તો ભાજપ સત્તામાં આવી જશે: મુલાયમ

|
Google Oneindia Gujarati News

mulayam singh yadav
નવી દિલ્હી, 5 ડિસેમ્બર: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમસિંહ યાદવે યુપીએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે રિટેઇલમાં એફડીઆઇનો નિર્ણય દેશ હિતમાં નથી, જો તેને પરત નહી લેવામાં આવ્યો તો ભાજપ સત્તામાં આવી જશે.

મુલાયમસિંહ યાદવે પોતાની પાર્ટીનો મત વ્યક્ત કરતા જણાવ્યું કે અમે તો એફડીઆઇનો નિર્ણય કરી રહ્યા છીએ કારણ કે આનાથી બેરોજગારીનું પ્રમાણ વધશે. તેમણે કોંગ્રેસને સલાહ આપતા જણાવ્યું કે યુપીએને મહાત્મા ગાંધી પાસે શીખ લેવી જોઇએ જેમણે દેશના હાથવણાટ ઉદ્યોગને બચાવવા માટે વિદેશી વસ્ત્રોની હોળી કરી દીધી હતી.

તેમણે જણાવ્યું કે આવનાર સામાન્ય ચૂંટણીમાં આનાથી આપને કોઇ લાભ નહીં થાય, આનાથી માત્ર ભાજપને જ ફાયદો થવાનો છે. તેમની પાર્ટી સત્તામાં આવી જશે. તેમણે ભાજપી નેતાઓને ચાલાક કહ્યા અને જણાવ્યું કે આરએસએસ ગામડે ગામડે ફેલાયેલું છે. ચૂંટણીની દ્રષ્ટિએ આમા કોઇ ફાયદો નથી. મુલાયમે જણાવ્યું કે અમે તો સત્તામાં આવવાના નથી, અમે તો સમર્થન આપીશું અથવા લઇશું. તેમણે મનમોહનસિંહને જણાવ્યું કે કેટલાંક સમય માટે આ નિર્ણયને મોકૂફ રાખે.

સપાએ એફડીઆઇ પર પોતાનો મત સ્પષ્ટ કરી દીધો છે. પાર્ટી પ્રવક્તા રામ ગોપાલ યાદવે જણાવ્યું કે સંસદમાં વોટિંગનો સમયે કાંતો તેઓ હાજર નહી રહે અથવા સરકાર સામે વોટ આપશે. મુલાયમસિંહે જણાવ્યું કે સરકારે સર્વદળીય બેઠક બોલાવી જોઇએ અને દેશના વિકાસ માટે રણનીતિ અપનાવવી જોઇએ.

આજે આ મુદ્દે સંસદમાં વોટિંગ થવાનું છે. આવામાં સરકારની સામે મુશ્કેલી સર્જાઇ શકે છે. જોકે સરકારને ઓછા મત નહી મળે. એવામાં કહેવાય છે કે સરકારની મુલાયમસિંહ અને માયાવતી સાથે ડીલ થઇ ગઇ છે.

English summary
Samajvadi Party chief Mulayam Singh Yadav warned UPA government that FDI decision is not good for country and it will give a chance to BJP to come back in power.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X