એક તરફો પ્રેમ બન્યો દિપ્તીના અપહરણનું કારણ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સિયાચીનથી દિલ્હી લવાયા 9 શહિદોના શબ

સિયાચીનથી દિલ્હી લવાયા 9 શહિદોના શબ

સિયાચીનમાં હિમ પ્રપાતમાં ડટાયેલા તમામ 9 સૈનિકોના શબને આજે દિલ્હી લાવવામાં આવ્યા હતા જ્યાં આર્મી ચીફે તેમને શ્રદ્ધાજંલિ આપી હતી. જે બાદ તેમને તેમના માદરે વતન તેમના અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવશે. નોંધનીય છે કે મદ્રાસ રેજિમેન્ટના આ સભ્યો લાન્સ નાયક હનુમાનથપ્પા જોડે હિમપ્રપાતમાં 3 ફેબ્રુઆરી દટાયા હતા. જેના કારણે તેમનું મોત થયું હતું.

આસામ પહોંચ્યા રાહુલ ગાંધી, કરી કાર્યકર્તાઓથી મુલાકાત

આસામ પહોંચ્યા રાહુલ ગાંધી, કરી કાર્યકર્તાઓથી મુલાકાત

કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે તેમના બે દિવસીય પ્રવાસ અંતર્ગત અસમ પહોંચ્યા. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી તરુણ ગોગાઇએ તેમનું સ્વાગત કર્યું. જે બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડે બેઠક કરી.

મેક ઇન ઇન્ડિયા વીકમ આગ મામલે સરકારે આપ્યા તપાસના આદેશ

મેક ઇન ઇન્ડિયા વીકમ આગ મામલે સરકારે આપ્યા તપાસના આદેશ

મુંબઇમાં રવિવારે યોજવામાં આવેલ મેક ઇન ઇન્ડિયા વીકના કાર્યક્રમમાં લાગેલી ભીષણ આગ બાદ મહારાષ્ટ્ર સરકારે આ ઘટનાની તપાસ કરવાનું કહ્યું છે. નોંધનીય છે કે ચાલુ કાર્યક્રમ દરમિયા જ્યારે આ આગ લાગી ત્યારે ત્યાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સમતે અમિતાભ બચ્ચન, આમીર ખાન, કેટરીના કૈફ જેવા બોલીવૂડ સ્ટાર પણ હાજર હતા.

મુંબઇમાં ઓટા રીક્ષા ચાલકોની હડલાત, લોકો થયા હેરાન

મુંબઇમાં ઓટા રીક્ષા ચાલકોની હડલાત, લોકો થયા હેરાન

મુંબઇમાં આજે ઓટો રિક્ષા યુનિયન, પોતાની માંગોને લઇને હડતાલ પર ઉતરી ગયું છે. એક લાખ જેવી ઓટો રસ્તા પર ના ઉતરતા રાજ્ય પરિવહન આયુક્ત વધારાની બસો રસ્તા પર ઉતારી છે. તેમ છતાં અનેક સ્થાનિક લોકોને ભારે હેરાનગતિ થઇ છે.

અમિત શાહની ટિપ્પણી કોંગ્રેસના વિચારોમાં જ નથી રાષ્ટ્રભક્તિ

અમિત શાહની ટિપ્પણી કોંગ્રેસના વિચારોમાં જ નથી રાષ્ટ્રભક્તિ

જેએનયૂ વિવાદ પર દેશમાં ચાલી રહેલી દેશ વિરોધી ગતિવિધિ પર ભાજપ પ્રમુખ અમિત શાહે ટિપ્પણી કરતા કહ્યું કે કોંગ્રેસ મોટા ડિપ્રેશનમાં છે. અને તે પોતાની રાજનૈતિક જવાબદારી ભૂલી ગઇ છે. રાહુલ હતાશામાં દેશ વિરોધી અને દેશના હિત વચ્ચેનું અંતર સમજવામાં અક્ષમ છે. જેએનયૂમાં જે પણ થયું તે બાદ કોંગ્રેસે જે નિવેદન આપ્યા તે જોતો તેમની વિચારોમાં જ રાષ્ટ્રહિત નથી તેવું લાગે છે.

મનીષ તિવારી: જેએનયૂને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે રાજનાથ

મનીષ તિવારી: જેએનયૂને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે રાજનાથ

કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ ગૃહમંત્રી રાજનાથ સિંહ પર, જેએનયૂ મામલાને સાંપ્રદાયિક રંગ આપવાનો આરોપ મુક્યો છે. નોંધનીય છે કે રાજનાથે આ મામલમાં આતંકી હાફિદ સઇદીનો હાથ હોવાની વાત કરી છે.

રાજનાથ vs હાફિઝ, જેએનયૂ વિવાદનો નવો વળાંક

રાજનાથ vs હાફિઝ, જેએનયૂ વિવાદનો નવો વળાંક

ગૃહ મંત્રી રાજનાથ સિંહે શનિવારે જેએનયૂ વિવાદમાં પાકિસ્તાની આતંકી હાફિઝ સઇદીનો હાથ હોવાની વાત કહી હતી. જો કે હાફિઝ સઇદી કહ્યું છે કે આ તેમનું ફેંક એકાઉન્ટ છે. અને આ દ્વારા ફરી એક ભારત સરકાર ભારતના લોકોને મૂર્ખા બનાવી રહી છે.

એક તરફો પ્રેમ બન્યો દિપ્તીના અપહરણનું કારણ

એક તરફો પ્રેમ બન્યો દિપ્તીના અપહરણનું કારણ

સ્નેપડિલ એન્જિનીયર દિપ્તી સરના અપહરણ કેસમાં ગાજિયાબાદ પોલિસે આજે મીડિયાને સંબોધતા કહ્યું કે દેવેન્દ્ર, જે હરિયાણાના સોનીપતનો જાણીતો બદમાશ છે તે દિપ્તીને એક તરફો પ્રેમ કરતા હતો. જે કારણે તેને તેનું અપહરણ કર્યું હતું. દેવેન્દ્રએ શાહરૂખ ખાનની ફિલ્મ ડર જોઇને આ અપહરણ કર્યું હતું. અને તે દિપ્તીને નેપાળ ભગાવી જવાનું વિચારતો હતો. જો કે પોલિસ આ પહેલા જ તેની અને તેના ચાર સાથી ધરપકડ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X