રાહુલ ગાંધી ગદ્દાર છે, ગોળી મારી દો રાહુલને- ભાજપ નેતા

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાહુલ ગાંધી ગદ્દાર છે, ગોળી મારી દો રાહુલને- ભાજપ નેતા

રાહુલ ગાંધી ગદ્દાર છે, ગોળી મારી દો રાહુલને- ભાજપ નેતા

રાજસ્થાનના ભાજપ વિધાયક કૈલાશ ચૌધરીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર એક વિવાદિત નિવેદન કરીને ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી છે. જેએનયૂ મામલે કૈલાશ ચૌધરી રાહુલ ગાંધીને દેશદ્રોહી કરાર દઇને તેમને ફાંસીની સજા કે ગોળી મારીને ઉડાવી દેવાની વાત કરી છે. જે પર કોંગ્રેસે કૈલાશ ચૌધરીની નિંદા કરી છે.

ફ્રિડમ 251ના બુકિંગ શરૂ થવાની સાથે જ વેબસાઇટ થઇ ક્રેશ

ફ્રિડમ 251ના બુકિંગ શરૂ થવાની સાથે જ વેબસાઇટ થઇ ક્રેશ

માત્ર રૂપિયા 251માં વેચાતા સસ્તા 3જી સ્માર્ટફોનને ખરીદવા માટે આજથી બુકિંગ શરૂ થયું હતું. જો કે સવારે જ વેબસાઇટ ક્રેશ થઇ જતા કંપનીએ 24 કલાકમાં ફરી બુકિંગ સાઇટ ખોલવાનો વાયદો કર્યો છે. જો કે બુકિંગ શરૂ થતા જ 6 સેકન્ડમાં તે 6 લાખ હિટ્સ મળ્યા હતા.

આનંદીબહેન સાથેની મુલાકાત બાદ જેરામ પટેલનો દાવો હાર્દિકને સમજાવી લઇશું

આનંદીબહેન સાથેની મુલાકાત બાદ જેરામ પટેલનો દાવો હાર્દિકને સમજાવી લઇશું

પાટીદાર આંદોલનમાં આંદલનકર્તા અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરી રહેલા જેરામભાઈ પટેલે આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ જેરામભાઈ પટેલે એવા સંકેત આપ્યા હતાકે પાટીદાર અનામત આંદોલન સમેટાઇ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, અમે હાર્દિકને સમજાવી લઈશું. ઉલ્લેખનીય છે કે આજે જેરામ પટેલની મધ્યસ્થી વચ્ચે પાટીદાર આંદોલનકારી દિનેશ પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલના પરિવાર સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી. જેરામ ભાઈએ જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી આનંદીબેન અને કમિટીના સભ્યો નીતિન પટેલ, કૈલાશ નાથન અને મનસુખ માંડવીયા સાથે પણ તેમણે વાતચીત કરી હતી.

વાયદા બજારમાં ખેત પેદાશોના વેપાર ઉપર પ્રતિબંધ માટે ભૂજમાં ખેડૂતોની રેલી

વાયદા બજારમાં ખેત પેદાશોના વેપાર ઉપર પ્રતિબંધ માટે ભૂજમાં ખેડૂતોની રેલી

તનતોડ મહેનત કરતા જગતના તાતને તેની ઉપજના સારા ભાવ મળે તે માટે વાયદા બજારમાં ખેતપેદાશોના વેપાર પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માંગણી સાથે ભુજમાં કચ્છ જિલ્લાના આશરે સાડા છથી સાત હજાર ખેડૂતોએ એકત્ર થઇને રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠ્વ્યું હતું. આવેદનપત્રમાં પોષણક્ષમ ભાવ, સિંચાઇ, વીજ અને મહેસૂલ સહિતના પ્રશ્નો વણી લેવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રદેશના આદેશથી યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો ખેડૂતોને સંબોધતાં જિલ્લા પ્રમુખ હંસરાજ કેસરાણીએ જણાવ્યું હતું કે આગામી સિઝનમાં બજારમાં આવનારા ઘઉં, બટેટા, રાયડો, ધાણા, જીરૂ સહિતના પાકોને બોનસ સહિત ખરીદવાના કેન્દ્રો તાત્કાલિક ચાલુ કરવામાં નહીં આવે તો ધરતી પુત્રો દેવામાં ડૂબી જશે.

ભરૂચમાં ઓળખપત્રો બનાવાના નામે પોતાના ખિસ્સા ભરતા ઇસમની ધરપકડ

ભરૂચમાં ઓળખપત્રો બનાવાના નામે પોતાના ખિસ્સા ભરતા ઇસમની ધરપકડ

નાગરિકની ઓળખ તરીકે વપરાતા સરકારી ઓળખપત્રો રેશન કાર્ડ, આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ વગેરે બનાવી આપવાના મન ફાવે તેટલા રૂપિયા લેતા એક લે ભાગુ ઇસમને ભરૂચમાં તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ભરૂચના ઝાડેશ્વર રોડ ખાતેના એક કોમ્પેલેક્સમાં એજન્ટ દ્વારા આ પ્રમાણે નાણાં પડાવી ઓળખપત્રો બનાવી આપવાની ઘટના સામે આવી હતી. એક જાગૃત નાગરિકે ભાજપ મહિલાના મોરચના પ્રમુખ તથા જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબહેન પટેલને આ અંગેની માહિતી આપતા તંત્ર સાબદું થયું હતું અને શેલાબહેને જાતે જ તે એજન્ટનો સંપર્ક કરતા સમગ્ર વિગતો બહાર આવી હતી.

ગોવામાં કોઇ ગઠબંધન વગર કોંગ્રેસ લડશે ચૂંટણી- દિગ્વિજય

ગોવામાં કોઇ ગઠબંધન વગર કોંગ્રેસ લડશે ચૂંટણી- દિગ્વિજય

કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે માર્ચ 2017માં થનાર ગોવા ચૂંટણી અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ગોવામાં કોંગ્રેસ કોઇ પણ પ્રકારના ગઠબંધન વગર 40 સીટો પર ચૂંટણી લડશે.

 બાળક પેદા થતા દુષ્કર્મ પોલ ખુલી યુવતીએ એક વર્ષ બાદ નોંધાવી ફરિયાદ

બાળક પેદા થતા દુષ્કર્મ પોલ ખુલી યુવતીએ એક વર્ષ બાદ નોંધાવી ફરિયાદ

બનાસકાંઠાના લાખણી તાલુકાના કુવાણા ગામે રહેતી એક યુવતીનું ગત 10 ફેબ્રુઆરી 2015ના રોજ અપહરણ કર્યા બાદ ચાર યુવાનો દ્વારા તેની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુવતી અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપ્યા બાદ પરિવારજનો અને યુવતી લાચાર થઈ ગયા હતા. દુષ્કર્મ બાદ યુવતીને ગર્ભ રહી જતા યુવતીએ એ વર્ષમાં જ બાળકને જન્મ આપ્યો હતો જોકે દુષ્કર્મના આરોપી કોઈનાય ડર વિના હજીય એમ જ ફરી રહ્યા છે. વર્ષ બાદ યુવતીએ નીડર બનીને બનાસકાંઠા જિલ્લા પોલીસવડાને ફરિયાદ કરી હતી. જે બાદ પોલિસે વધુ તપાસ આદરી છે.

ગુજરાત ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટ તારીખો થઇ નક્કી

ગુજરાત ઇન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટ તારીખો થઇ નક્કી

ગુજરાત સરકારે પ્રથમ જ વખત પ્રવાસન પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જો આપીને પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા આ વર્ષે ચોથા વાઈબ્રન્ટ ગુજરાત ઈન્ટરનેશનલ ટ્રાવેલ માર્ટ 2016નું આગામી તા. 19થી 21 ફેબ્રુઆરી દરમ્યાન મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવશે. તેવી જાહેરાત રાજ્ય સરકાર તરફથી થઇ હતી.

આફ્રિકામાં ફાટી નીકળેલા તોફાનો સંદર્ભે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો વિદેશમંત્રીને પત્ર

આફ્રિકામાં ફાટી નીકળેલા તોફાનો સંદર્ભે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો વિદેશમંત્રીને પત્ર

આફ્રિકામાં થોડા સમથી ફાટી નિકળેલી હિંસામાં 10 ગુજરાતીઓનાં મોત થયાંના અહેવાલ ચતે જોકે પોરબંદર અન કચ્છના મોટા ભાગના ગુજરાતીઓ સલામત છે ગુજરાતીઓની સુરક્ષા અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભારતીય નાગરિકોની સાથે સાથે ગુજરાતી નાગરિકોની ચિંતા કરીને તેમની સુરક્ષા અને સલામતી માટે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પત્ર લખ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આફ્રિકાના યુગાન્ડા-કંપાલામાં રાજકીય અસ્થિરતાને કારણે ઉભી થયેલી કપરી સ્થિતિમાં હજારો ભારતીય પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. જેમાં ૫૦૦૦થી વધુ ગુજરાતીઓ નાગરિકોનો સમાવેશ થાય છે. આથી આપનું ધ્યાન દોરું છે કે, યુગાન્ડા-કંપાલામાં વસતાં ભારતીયો-ગુજરાતીઓની સલામતી માટે આપ સઘન પગલાં ભરશો તેવી અપેક્ષા સહ વિનંતી છે

વિજય રૂપાણીએ લીધા કેશુબાપાના આશીર્વાદ

વિજય રૂપાણીએ લીધા કેશુબાપાના આશીર્વાદ

19મી તારીખે, વિજય રૂપાણીનું નામ જ્યાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરાશે તે વાત નક્કી છે ત્યાં જ વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે આજે ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેવા કેશુભાઇ પટેલને મળવા તેમના નિવાસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેશુબાપાના આશીર્વાદ લીધા હતા. અને કેશુબાપાએ પણ વિજય ભાઇના મોઢા મીઠા કરાવ્યા હતા. આ પ્રસંગે વિજય રૂપાણીએ કહ્યું હતું કે તે અને કેશુબાપા બન્ને રાજકોટના છે ત્યારે બાપાના આશીર્વાદ અને માર્ગદર્શન આમ જ મળતું રહે તેવી આશ.

રાહુલ ગાંધી- રાષ્ટ્રપ્રેમ મારા લોહીમાં છે.

રાહુલ ગાંધી- રાષ્ટ્રપ્રેમ મારા લોહીમાં છે.

જેએનયૂ મામલે કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળ્યા હતા. જે બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે રાષ્ટ્રપ્રેમ તેમના લોહીમાં છે. અને તેમના પરિવારે રાષ્ટ્ર માટે અનેક વાર બલિદાન આપ્યા છે. તેણે કહ્યું કે જે લોકો રાષ્ટ્ર વિરુદ્ધ નારા લગાવે છે તેની સામે કાર્યવાહી થવી જોઇએ. પણ તે માટે કરીને પૂરી યુનિવર્સિટીને બદનામ કરવી યોગ્ય નથી.

કન્હૈયાનો વિરોધ કરતા વકીલો પર SC કરી લાલ આંખ

કન્હૈયાનો વિરોધ કરતા વકીલો પર SC કરી લાલ આંખ

બુધવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં જેએનયૂ વિદ્યાર્થી સંધના અધ્યક્ષ કન્હૈયા કુમારેની સુનવણી વખતે તેનો વિરોધ કરતા વકીલો સખત શબ્દોમાં ફટકાર લગાવતા પત્રકારોની પીટાઇ મામલાની પણ નિંદા કરી હતી. વધુમાં સુપ્રીમ કોર્ટે 6 સદસ્યોની કમિટી બોલાવી આ ઘટના પર રિપોર્ટ મંગાવ્યો છે.

જેએનયુ મામલામાં હવે બાબા રામદેવ પણ પડ્યા

જેએનયુ મામલામાં હવે બાબા રામદેવ પણ પડ્યા

જેએનયૂ વિવાદ પર ટિપ્પણી કરતા યોગગુરુ બાબા રામદેવે કહ્યું કે દેશદ્રોહીઓ જોડે મિત્રતા રાખવી તે પણ ગદ્દારી જ છે. દેશદ્રોહ કરવો અને દેશદ્રોહને સમર્થન આપવું કાનૂન અને આધ્યાત્મિક દ્રષ્ટ્રિએ અપરાધ છે.

રુસથી લાવવામાં આવ્યા બે ભારતીય છાત્રોના શબ

રુસથી લાવવામાં આવ્યા બે ભારતીય છાત્રોના શબ

રશિયાથી બે ભારતીય મેડિકલ છાત્રાઓના પાર્થિવ દેહને મુંબઇ લાવવામાં આવ્યો. આ બન્ને યુવતીઓની મૃત્યુ રુસની મેડિકલ યુનિવર્સિટીમાં આગ લાગવાના કારણે થઇ હતી. પૂજા કલ્લૂર (22) અને કરિશ્મા ભોસલે (20) નામની યુવતીઓના પાર્થિવદેહને તે બાદ તેમના પરીજનોને સોંપવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X