For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહેસાણા એસિડ એટેક: એકતરફી પ્રેમે છોકરીનું જીવન કર્યું બરબાદ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હાર્દિક પટેલના જામીન થયા મંજૂર, સુરત કામરેજ હાઇવે ચક્કાજામ કેસ

હાર્દિક પટેલના જામીન થયા મંજૂર, સુરત કામરેજ હાઇવે ચક્કાજામ કેસ

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની ચળવળ શરૂ કરનાર હાર્દિક પટેલને ધણા લાંબા સમય બાદ એક સારા સમાચાર મળ્યા છે. સુરતના કામરેજ હાઇવે ચક્કાજામ કેસમાં કઠોર કોર્ટે હાર્દિક પટેલને રૂપિયા 7500ના બ્રોન્ડ જામીન મંજૂર કર્યા છે. જો કે હાર્દિક પર રાજદ્રોહના અન્ય મામલા ચાલુ હોવાના કારણે હાલ તો તેને પોલિસ કસ્ટડીમાં જ રહેવું પડશે.

મહેસાણા એસિડ એટેક: એકતરફી પ્રેમે છોકરીનું જીવન કર્યું બરબાદ

મહેસાણા એસિડ એટેક: એકતરફી પ્રેમે છોકરીનું જીવન કર્યું બરબાદ

મહેસાણામાં ચકચાર મચાવનાર એસિડ એટેક કેસના આરોપી હાર્દિક પ્રજાપતિના એક તરફી પ્રેમે યુવતીના જીવનને બરબાદ કરી દીધું છે. યુવતીનો ચહેરો અને આંખો ગંભીર રીતે બળી ગયા છે. અને યુવતીની હાલત પણ નાજુક છે માટે તેને મહેસાણાની અમદાવાદ સિવિસ ખસેડવામાં આવી છે. મહેસાણાની કોલેજ કેમ્પસમાં થયેલા આ હુમલા બાદ વિદ્યાર્થીઓ આ યુવાનને પકડ્યો હતો. જો કે આરોપી યુવક હાર્દિક પ્રજાપતિને પોતાના આ પગલાનો કોઇ પસ્તાવો નથી.

પોલિસે સુરતમાં અપહરણકારોના પંજામાંથી છોડાવ્યું એક બાળકને

પોલિસે સુરતમાં અપહરણકારોના પંજામાંથી છોડાવ્યું એક બાળકને

36 કલાકમાં જ ગુજરાત પોલિસે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગુમ થયેલા એક ચાર વર્ષના બાળકને અપહરણકારો પાસેથી છોડાવ્યું. યુપીસાઇડના ઇસમોએ બાળકને મીલમાં ગોંધી રાખ્યું હતું અને ખંડણીની માંગ કરી હતી. પણ પોલિસે સુશિલકુમાર સિંગના 4 વર્ષીય અવિનાશને અપહરણકારોના ચુંગલમાંથી આબાદ રીતે બચાવી લાવી.

નવસારીમાં પકડાયું કૂંટણખાનું, પતિએ પત્નીને જ બેસાડી ધંધે

નવસારીમાં પકડાયું કૂંટણખાનું, પતિએ પત્નીને જ બેસાડી ધંધે

નવસારીની મિથિલાનગરી વિસ્તારમાં એલસીબીની ટીમે છટકું ગોઠવીને એક કૂટણખાનું પકડી પાડતા સમગ્ર વિસ્તારમાં આ મુદ્દા ચર્ચાનો વિષય બની ગયો. નટવર ઠાકોર નામનો વ્યક્તિ તેની પત્ની માટે દલાલ શોધી લાવતો અને ઘરમાં પોતાની પત્ની પાસે તે ગ્રાહક મોકલીને પૈસા કમાતો. જેનો ફોડ પોલિસ બહાર પાડ્યો હતો.

ગુજરાતી ફિલ્મોને રાજ્ય સરકારે આપી મોટી સબસિડી

ગુજરાતી ફિલ્મોને રાજ્ય સરકારે આપી મોટી સબસિડી

મંગળવારે અમદાવાદમાં નિતિન પટેલ પ્રેસ કોન્ફર્ન્સ યોજીને રાજ્ય સરકાર તરફથી ગુજરાતી ફિલ્મો બનાવવા માટે 5 લાખથી 50 લાખ સુધીની સબસીડી આપવાની જાહેરાત કરી છે. વધુમાં આ રકમ સુધી હવે ફિલ્મ નિર્માતાના ખાતામાં જશે. વળી દરેક ફિલ્મનું ચલચિત્ર પરિક્ષિણ સમિતિ મારફતે પરીક્ષણ પણ કરવામાં આવશે. અને તેના માટે કેટલાક નિયમો પણ નિર્ધારીત કરવામાં આવ્યા છે. ત્યારે ઢોલીવૂડે સરકારની આ મદદને આવકારી છે.

ગુજરાત લાયન્સ આ છે નવું નામ IPLની રાજકોટ ટીમનું

ગુજરાત લાયન્સ આ છે નવું નામ IPLની રાજકોટ ટીમનું

આઇપીએલની રાજકોટ ટીમનું નામ હવે નક્કી થઇ ગયું છે તેને રાજકોટ લાયન્સ નામ આપવામાં આવ્યું છે. વધુમાં આ ટીમના કેપ્ટન હશે સુરેશ રેના અને આ ટીમના કોચ હશે ઓસ્ટ્રેલિયાના જાણીતા ઓલરાઉન્ડર બ્રેડ હોજ.

રાજ્યવ્યાપી ચેકપોસ્ટ કૌભાંડનો થયો પર્દાફાશ

રાજ્યવ્યાપી ચેકપોસ્ટ કૌભાંડનો થયો પર્દાફાશ

એસીબીએ ગુજરાતના સૌથી મોટા રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજ્યની 14 ચેકપોસ્ટ પર વાહનચાલકોથી લેવાતા વેરાને સરકારના બદલે પોતાના ખિસ્સામાં ભેગા કરતા લોકોને એસીબીની 2 ટીમોએ ટેક પોસ્ટ પર દરોડા પાડીને પકડ્યા છે. જેમાં આ કૌભાંડના મુખ્ય સુત્રધાર જયેશ પટેલ અટક કરાઇ છે. નોંધનીય છે કે છેલ્લા 5 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું અને દર મહિને 1 કરોડથી વધુ રકમની છેતરપીંડી આ લોકો કરતા હતા તેવું બહાર આવ્યું છે.

પાકિસ્તાને અનુપર ખેરને વીઝા આપવા ભર્યો નનૈયો

પાકિસ્તાને અનુપર ખેરને વીઝા આપવા ભર્યો નનૈયો

બોલીવૂડના જાણીતા અભિનેતા 5મી ફેબ્રુઆરીએ કરાચીના લિટરેચર ફેસ્ટિવલમાં જોડાવાના હતા. પણ પાકિસ્તાન સરકાર દ્વારા તેમને વીઝા ના આપતા હવે તે આ કાર્યક્રમમાં ભાગ નહીં લઇ શકે. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં ભારતના 17 લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં અનુપમ ખેરને છોડીને તમામને વિઝા મળી ગયા છે. જો કે અનુપમ ખેરે તે આ વાતથી ખૂબ જ નિરાશ છે. તો સામે પક્ષે પાકિસ્તાન ઉચ્ચઆયોગે કહ્યું કે તેમને અનુપમ ખેરનું કોઇ વિઝા આવેદન નથી મળ્યું.

મેનકા ગાંધી: જન્મ પહેલા કહેવું જોઇએ ગર્ભમાં છોકરો છે કે છોકરી

મેનકા ગાંધી: જન્મ પહેલા કહેવું જોઇએ ગર્ભમાં છોકરો છે કે છોકરી

કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસના પ્રધાન મેનકા ગાંધીએ કહ્યું છે કે ગર્ભવતી મહિલાઓને તેમના પેટમાં બાળક પુત્ર છે કે પુત્રી તે જણાવી દેવું જોઇએ. જેથી ગર્ભમાં જ બાળક મારવાની સમસ્યાનો અંત લાવી શકાય. વધુમાં મેનકા કહ્યું કે વિકસિત રાજ્યોમાં ગર્ભમાં જ બાળકને મારવાના કિસ્સા વધુ બને છે.

English summary
February 02: Read today's top news in pics. Latest news about indian politics. Latest News About Arvind kejriwal, narendra modi, rahul gandhi, sonia gandhi, hardik patel, etc.. in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X