ભારતભર ના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ડાકોરમાં લવજેહાદે પોલિસ સ્ટેશનને ધેર્યું.

ડાકોરમાં લવજેહાદે પોલિસ સ્ટેશનને ધેર્યું.

ડાકોર પાસે આવેલા કાલસર ગામમાં ધો.10માં ભણતી યુવતીને બે વિધર્મી યુવકો દ્વારા ઉપાડી જતા અને કેનાલમાં ફેંકી દેતા ગ્રામજનોએ પોલિસ સ્ટેશનને ધેર્યું હતું. સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ વિધર્મીઓએ યુવતી લલચાવી કેનાલ પાસે લઇ ગયા અને ત્યાંથી ધક્કો મારતા યુવતીનું મોત થયું હતું. જે બાદ મોટી સંખ્યામાં ગ્રામજનોએ પોલિસ સ્ટેશનનો ધેરાવો કરતા તંગદિલીની સ્થિતી સર્જાઇ હતી.

જેએનયુ વિવાદ: ઉમર ખાલિદે કર્યું નાટકીય સરેન્ડર

જેએનયુ વિવાદ: ઉમર ખાલિદે કર્યું નાટકીય સરેન્ડર

જેએનયુ વિવાદ બાદ આ કેસમાં મુખ્ય આરોપી તેવા ઉમર ખાલિદ મંગળવારે 12 વાગ્યા જેવું સરેન્ડર કર્યું. જે બાદ પોલિસને આ કેસનું કોકડું ઉકેલવામાં મોટી સહાય થશે તેવી દિલ્હી પોલિસે જણાવ્યું હતું. ઉમર ખાલિદ સાથે અનિર્બાન ભટ્ટાચાર્યે પણ સરેન્ડર કર્યું હતું. નોંધનીય છે કે આ બન્ને પર જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં ભારત વિરોધી નારેબાજી લગાવવાનો આરોપ છે. વળી સુત્રોના આધારે પ્રાપ્ત થતી માહિતી મુજબ ખાલીદે અફઝલ ગુરુના સર્મથનમાં નારા લગાવાની વાત કબૂલી લીધી છે.

27 નગરપાલિકાના પરિણામોમાં કોંગ્રેસની સૂચક હાર

27 નગરપાલિકાના પરિણામોમાં કોંગ્રેસની સૂચક હાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બા 27 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 15 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી છે. તો કોંગ્રેસને ખાલી 8 જ બેઠકો મળી છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોંગ્રેસની જીત બાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને સૂચક હારનો સામનો કરવો પડ્યો છે.

અમદાવાદમાં બાઇક સવારો કરી અડધી રાતે તોડફોડ

અમદાવાદમાં બાઇક સવારો કરી અડધી રાતે તોડફોડ

મંગળવારે અમદાવાદમાં મોડી રાત્રે 20 જેવા બાઇક સવારોએ મેટ્રો સ્ટેશન સાઇટ અને બસોની તોડફોડ કરતા પોલિસને ટોળાને વિખરવા ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા. ત્યારે હાલ આ બુકાનીધારી બાઇકસવારોના ટોળકી અંગે વધુ તપાસ પોલિસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

હાર્દિક: સમાજના હિતમાં હશે તો જ સમાધાન

હાર્દિક: સમાજના હિતમાં હશે તો જ સમાધાન

હાર્દિક પટેલને વિસનગર કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટમાં રજૂ થતા પહેલા હાર્દિક પટેલે મીડિયાને જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન ચાલુ પહેશે. પણ સમાજના હિતમાં હશે તો સમાધાન કરીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X