ભારતે કરી સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ મસૂર અજહર આતંકી કરાર કરો

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.

આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અલ્પેશ ઠાકરે આનંદીબેન સોપ્યું દારૂના અડ્ડાઓનું લીસ્ટ

અલ્પેશ ઠાકરે આનંદીબેન સોપ્યું દારૂના અડ્ડાઓનું લીસ્ટ

અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં 900 જેટલી જગ્યા દારૂ વેચાતો હોવાનું લીસ્ટ અને નક્શો આજે મુખ્યમંત્રી આનંદીબેનને સોપી તેવી ચિમકી ઉચ્ચારી હતી કે 21 દિવસમાં આનો ઉકેલ નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે.

પાકિસ્તાન મરીન, 12 માછીમારોને ઉપડી ગયા

પાકિસ્તાન મરીન, 12 માછીમારોને ઉપડી ગયા

ગુરુવારે ભારતીય સીમામાંથી પાકિસ્તાન મરીન બે બોટ અને 12 માછીમારોને ઉપાડી ગયા તેવી પોરબંદર બોટ એસોસિયેશન જણાવ્યું છે. તેમણે કહ્યું કે એક સપ્તાહ પૂર્વે 15 બોટ પણ આવી રીતે જ ઉપાડી જવામાં આવી હતી.

સુરતમાં ધુમ્મસ છવાતા લોકોમાં અચરજ

સુરતમાં ધુમ્મસ છવાતા લોકોમાં અચરજ

સુરતમાં ગુરુવાર રાતથી સવાર સુધી અચાનક જ ગાઢ ધુમ્મસ છવાતા લોકોને ભારે અચરજ થયું હતું. વધુમાં કેટલીક ટ્રેનોને પણ આની અસર થઇ હતી. રાતના આવું ધુમ્મસ છવાતા એક બાજુ જ્યાં વિઝીબિલીટી ઓછી થઇ હતી ત્યાં જ બીજી બાજુ લોકોને હિલસ્ટેશન જેવું વાતાવરણ મળતા ખુશી પણ જોવા મળી હતી.

ઇશરત અને લેટના સંબંધોને છુપાવવા કરાયો રાજનૈતિક દબાવ

ઇશરત અને લેટના સંબંધોને છુપાવવા કરાયો રાજનૈતિક દબાવ

યુપીએ સરકારના સમયે ગૃહ સચિવ રહેલા જી.કે.પિલ્લેએ ઇશરત એન્કાઉન્ટર કેસમાં કેટલાક સંગીન ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું છે કે ઇશરતની ઓળખ છુપાવવા માટે તેમની પર રાજનૈતિક દબાવ નાંખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક લોકો નહતા ઇચ્છતા કે તે સચ્ચાઇ સામે આવે કે ઇશરત અને લશ્કરએ તૈયબાને સંબંધ છે.

કિંગફિશરના માલિક વિજય માલ્યા હવે બ્રિટન જઇને રહેશે

કિંગફિશરના માલિક વિજય માલ્યા હવે બ્રિટન જઇને રહેશે

કિંગફિશરના માલિક તેવા વિજય માલ્યા હવે આ કંપનીના ટોચના પદેથી રાજીનામું આપશે. જે માટે વિજય માલ્યાને યુનાઇટેડ સ્પિરીટ્સ 515 કરોડ રૂપિયા પણ આપશે. એક કારક હેઠળ માલિયા આ કંપનીના તમામ ટોચના પદેથી રાજીનામુ આપી દેશે. વળી ચર્ચા તે પણ છે કે તે બાદ માલિયા બ્રિટનમાં રહેશે.

મહિષાસુર વિવાદ, સ્મૃતિ: આ જેએનયૂની ભાષા છે સરકારની નહીં

મહિષાસુર વિવાદ, સ્મૃતિ: આ જેએનયૂની ભાષા છે સરકારની નહીં

સંસદમાં મહિષાસુર ફેસ્ટિવલ પર આપેલા નિવેદન બાદ વિપક્ષે માફી માંગવાનું કહ્યું ત્યારે પોતાની સફાઇમાં સ્મૃતિ ઇરાની કહ્યું કે મહિષાસુર પર મેં જે ચોપાનીયું વાંચ્યું હતું તે સરકારી નહીં પણ જેએનયૂનું હતું. અને તેને વિશ્વાવિદ્યાલયે જ આપ્યું છે. તેણે કહ્યું કે હું દુર્ગામાંની પૂજા કરું છું અને મેં આ વાત ખૂબ પીડા સાથે કહી હતી. જો કે કોંગ્રેસે કહ્યું કે સ્મૃતિએ દુર્ગામાંનું અપમાન કર્યું છે અને માટે તે સસંદ નહીં ચાલવા દે. નોંધનીય છે કે સ્મૃતિ તેના પહેલાના ભાષણમાં મહિષાસુર અને દુર્ગાને અભદ્ર રૂપે બતાવવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

ભારતે કરી સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ મસૂર અજહર આતંકી કરાર કરો

ભારતે કરી સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ મસૂર અજહર આતંકી કરાર કરો

ભારતે સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી છે કે તે પાકિસ્તાનમાં હાજર મૌજૂદ મસૂદ અજહરને આતંકી જાહેર કરવામાં આવે. મસૂદને કાંધાર કાંડ દરમિયાન યાત્રીઓને સુરક્ષા માટે છોડવામાં આવ્યો હતો. અને તે પઠાણકોટ હુમલાનો પણ આરોપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X