દિગ્વિજય સિંહે મોદીને કોઇપણ કોંગી નેતા સાથે ચર્ચા કરવાનો આપ્યો પડકાર

નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર : કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આજે યુપીએ સરકારની ટીકા કરવા પર નરેન્દ્ર મોદી પર ઉલટવાર કર્યો અને જણાવ્યું કે વિકાસના મામલામાં કોઇ પણ કોંગ્રેસી નેતા સાથે ચર્ચા કરવાનો પડકાર આપ્યો. મોદીના કટ્ટર ટીકાકાર માનવામાં આવતા દિગ્વિજયે સમાવેશી રાજનીતિ પર મોદીના વિચારને રદિયો આપતા જણાવ્યું કે શું એક દીપડો પોતાના ડાઘ સાફ કરી શકે છે.

મોદી દ્વારા પોતાના પ્રવાસી ભારતીય સમર્થકોને વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા સંબોધિત કરવાના કેટલાંક જ સમય બાદ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવે ભાજપાના વડાપ્રદાન પદના ઉમેદવારની તરફ નિશાનો તાકતા ટ્વિટર પર મોદી દ્વારા કેન્દ્ર સરકારની ટીકાને રદિયો આપી જણાવ્યું કે મોદીએ એનડીએ શાસન વખતના વિકાસના ખોટા આંકડા આપ્યા.

સિંહે ટ્વિટ કર્યું કે 'સાંભળીને સારુ લાગ્યું કે નરેન્દ્ર મોદી વ્યાપક રાજનીતિની વાત કરી રહ્યા છે, પરંતુ શું કોઇ દિપડો પોતાના ડાઘ બદલી શકે ખરો? ફેંકુ મોદી સંપૂર્ણ રવાનીમાં છે. એનડીએના શાસન સમયના વિકાસના ખોટા આંકડા રજૂ કરી રહ્યા છે.' ઇંટરનેટના આ માધ્યમ દ્વારા સિંહે જાણે મતદાતાઓને સંબોધિત કરતા જણાવ્યું કે 'કોંગ્રેસ આપને તાકાત આપે છે. મોદી પોતાને તાકાત આપે છે. પસંદ આપની છે, મોદી ઇચ્છે છે કોંગ્રેસ મુક્ત ભારત અને કોંગ્રેસ ઇચ્છે છે ભૂખ મુક્ત ભારત. તેઓ સાધનસંપન્નનનો સાથ આપે છે અને કોંગ્રેસ વંચિતોની હિમાયતી છે. પસંદ આપની છે.'

digvijay singh
મોદીએ પોતાના સંબોધનમાં યુપીએ સરકાર પર જોરદાર પ્રહાર કર્યા, જેમા ઓછી જીડીપી દરનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે યુપીએ સરકારનો વિશ્વાસ ઉઠી ગયો છે, જેની પર કોંગ્રેસ મહાસચિવે જણાવ્યું કે યુપીએ સરકારે પોતાના દરેક વચન પાળ્યા છે અને સૂચના, શિક્ષા, ખાધ્ય સુરક્ષાના અધિકાર અને મહિલાઓ તથા આદિવાસીઓને અધિકાર આપવાની સાથે જ કામનો અધિકાર આપીને લોકોને શક્તિશાળી બનાવ્યા છે. દિગ્વિજય સિંહે આ દરમિયાન યુપીએ એક અને બે દ્વારા લાવવામાં આવેલ આરટીઆઇ, ખાદ્ય સુરક્ષા બિલ, મનરેગા અને આવા પ્રકારની અન્ય યોજનાઓનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું કે 'આ સૂચિમાં વધારો થઇ શકે છે. જો મોદીમાં દમ હોય તો રાજકાજ, વિકાસ અને અન્ય રાષ્ટ્રીય મામલા પર અમારામાંથી કોઇની પણ સાથે ચર્ચા કરી શકે છે.' ગુજરાતમાં ગોધરા રમખાણ બાદ, ભાજપા શાસિત કેટલાક રાજ્યોમાં ભ્રષ્ટાચારના મામલામાં અને ભાજપાના એક પૂર્વ અધ્યક્ષ સાથે જોડાયેલ કેશ ઓન કેમેરા મામલાનો ઉલ્લેખ કરતા સિંહે મોદીના આ દાવાની મજાક ઉડાવતા દેશમાં રચનાત્મક ફેરફાર લાવનાર ભાજપા તરફ જોઇ રહ્યા છે. તેમણે સવાલ કર્યો કે શું આવું એટલા માટે થઇ રહ્યું છે કારણ કે સાંપ્રદાયિક રમખાણોમાં હજારો લોકો માર્યા ગયા, કારણ કે પોતીકાઓને ફાયદો પહોંચાડવા માટે નિયમોને તોડવામાં આવ્યા, કારણ કે બંગારુ લક્ષ્મણ કેમરામાં પકડાઇ ગયા.

તેમણે લખ્યુ 'મોદી કહે છે કે અટલજી એક સ્વર્ણિમ યુગ હતો. શું એટલા માટે કે મોદીએ રાજધર્મનું પાલન ના કર્યું? સંસદ પર આતંકવાદીઓએ હુમલો કર્યો? આતંકવાદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા?' વાજપેઇના નેતૃત્વમાં એનડીએના છ વર્ષના શાસનની પ્રશંસા કરતા મોદીએ જણાવ્યું કે વાજપેઇ સરકારમાં એવું લાગતુ હતું કે 21મી સદી ભારતની સદી હશે. પરંતુ તેમનું શાસન પૂરું થતા પતન શરૂં થઇ ગયું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X