શિક્ષિકા જબરદસ્તી વિદ્યાર્થીને સેક્સ માણવા કહેતી હતી...
નવી દિલ્હી, 20 ઓક્ટોબર: ગુરુ અને શિષ્યનો સંબંધ ભગવાન અને ભક્તના સંબંધ જેવો પવિત્ર હોય છે. પરંતુ પંજાબના લુધિયાનામાં આ સંબંધને કલંક લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે. 31 વર્ષની એક મહિલા ટીચર પર એક સગીર પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે.
પોલીસે આ સંબંધમાં કેસ દાખલ કરી લીધો છે અને મામલાની તપાસ પણ શરૂ કરી દીધી છે. મહિલા હાલમાં ફરાર થઇ ગઇ છે જેની ધરપકડ કરવા માટે સંભાવિત સ્થળો પર છાપેમારી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં તે મહિલા ટીચરે સગીર વિદ્યાર્થીનો વાંધાજનક વીડિયો પણ બનાવ્યો હતો જેને બતાવીને તે તેને બ્લેકમેલ કરી રહી હતી.


મહિલા પર 'પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેંસ એક્ટ 2012'ની ઘણી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપી મહિલા ફિલહાલ ફરાર છે. પોલીસે તેને આપત્તિજનક વીડિયોને પોતાના કબ્જે લીધું છે જેમાં મહિલા વિદ્યાર્થીને બ્લેકમેલ કરતી હતી.












Click it and Unblock the Notifications
