For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રાંસના World Cup જીતવા પર કિરણ બેદીએ કર્યુ ટ્વીટ, લોકોએ કર્યા ટ્રોલ

કિરણ બેદીએ રવિવારે ફ્રાંસના ફીફા વર્લ્ડ કપ જીતવા પર પુડુચેરીના લોકોને અભિનંદન આપ્યા પરંતુ તેમનો અભિનંદન આપવાના અંદાજ લોકોને બિલકુલ પસંદ પડ્યો નહિ.

|
Google Oneindia Gujarati News

રવિવારે ફ્રાંસે રોમાંચક મુકાબલામાં ક્રોએશિયાને હરાવીને ફીફા વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો. આખી દુનિયામાં ફ્રાંસની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે અને લોકો એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા છે પરંતુ આમ કરીને પુડુચેરીના રાજ્યપાલ કિરણ બેદી ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. કિરણ બેદીએ રવિવારે ફ્રાંસના ફીફા વર્લ્ડ કપ જીતવા પર પુડુચેરીના લોકોને અભિનંદન આપ્યા પરંતુ તેમનો અભિનંદન આપવાના અંદાજ લોકોને બિલકુલ પસંદ પડ્યો નહિ. લોકોએ કિરણ બેદીને ટ્રોલ કરી તેમને દેશપ્રેમ પર જ્ઞાન આપી દીધુ.

kiran bedi

પુડુચેરીના રાજ્યપાલ કિરણ બેદીએ ફ્રાંસના ફીફા વર્લ્ડ કપ જીતવા પર અભિનંદન શું પાઠવ્યા લોકોએ તેમને ટ્રોલ કરી દીધા. કિરણ બેદીએ ટ્વિટર પર અભિનંદન પાઠવતા લખ્યુ, 'અમે પુડુચેરીના લોકો (જે પહેલા ફ્રાંસીસી કોલોનીઝનો હિસ્સો હતા) એ વર્લ્ડ કપ જીતી લીધો છે. અભિનંદન દોસ્તો. શું હળેલી મળેલી ટીમ છે. બધા ફ્રેન્ચ છે. રમત બધાને જોડે છે.' કિરણ બેદીનું પુડુચેરીને ફ્રાંસીસી કોલોનીઝનો હિસ્સો ગણાવીને અભિનંદન આપવાનું લોકોને બિલકુલ ગમ્યુ નહિ.

લોકોએ સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. ટ્વિટર્સ યુઝર્સે તેમને કહ્યુ કે તે ભારતીય છે અને તેમણે આવા પબ્લિસિટી સ્ટંટ ન કરવા જોઈએ. એક યુઝરે લખ્યુ કે શું પછી ઈંગ્લેન્ડ જીતવા પર આરએસએસ રાષ્ટ્રીય રજા જાહેર કરશે. વળી, ઘણા લોકોએ આ ટ્વિટને દેશ વિરોધ ગણાવ્યુ. કોંગ્રેસ પ્રવકતા અજય માકને પણ કિરણ બેદીના નિવેદનને રાષ્ટ્રવિરોધી ગણાવતા કહ્યુ કે પીએમ મોદીએ તેમને પાછા બોલાવી લેવા જોઈએ.

English summary
FIFA World Cup: Puducherry Governor Kiran Bedi Trolled For Congratulatory Tweet, Congress Calls It Anti-National.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X