For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોઇ નહીં હોય એલઓપી, પહેલા પણ ત્રણવાર ખાલી રહ્યું છે આ પદ

By Rakesh
|
Google Oneindia Gujarati News

16મી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતિ મેળવીને સરકારની રચી નાખી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરીને ભાજપ દેશને પણ ગુજરાતે જે પ્રકારનો વિકાસ નોંધાવ્યો છે, તેવા જ વિકાસના પથ પર લઇ જવા માગે છે અને નરેન્દ્ર મોદીએ પણ દેશની જનતાએ આપેલી જવાબદારી નિભાવી એ દિશામાં કામ શરૂ કરી દીધું છે, પરંતુ વાત અહી નરેન્દ્ર મોદીના કાર્યની નહીં પરંતુ લોકસભા ચૂંટણીમાં હાલ જે સ્થિતિનું નિર્માણ થયું છે, તે અંગે કરી રહ્યાં છે.

આ વખતે લોકસભમાં નવનિયુક્ત સરકાર દ્વારા પોતાના એજેન્ડાને રજૂ કરવામાં આવશે, દેશ હિતાર્થે કરવામાં આવનારી યોજનાઓ અંગે જણાવવામાં આવશે, પરંતુ આ યોજનાથી દેશને લાભ થશે કે નુક્સાન કે પછી આ જનતા માટે હિતકારક છેકે નહીં તે વાતની ચર્ચા કરવા અથવા તો જો દેશ હિતાર્થે કરવામાં આવેલી આ યોજનાઓ અથવા કાર્યો અયોગ્ય હોય તો તેનો વિરોધ કરનારું સંસદમાં કોઇ નથી. જી હાં, આ વખતે દેશમાં સરકાર તો છે પરંતુ વિપક્ષ નથી. 16મી લોકસભાની ચૂંટણીમાં ભાજપની જે આંધી આવી તેમાં એકપણ પક્ષ એટલી બેઠકો મેળવી શક્યું નથી કે તે વિપક્ષનું સ્થાન ગ્રહણ કરી શકે. વિપક્ષ બનવા માટે કોઇપણ પક્ષને 10 ટકા બેઠકો મળેલી હોવી જોઇએ એટલે કે 55 બેઠકો હોવી જોઇએ. જોકે દેશમાં આ પહેલીવાર બન્યુ નથી કે લોકસભામાં કોઇ વિપક્ષના નેતા(એલઓપી) હોય જ નહીં. આ પહેલા પણ ત્રણ વખત એવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.

ક્યારથી આપયું વિપક્ષનું સ્થાન
દેશમાં પહેલી લોકસભાની રચના વર્ષ 1952માં કરવામાં આવી હતી. 17-4-1952થી 4-4-1957 સુધીના કાર્યકાળની આ લોકસભામાં વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ હતા, પરંતુ ત્યારે પણ વિપક્ષના નેતા તરીકે કોઇની નિયુક્તિ કરવામાં આવી નહોતી. બીજી લોકસભા 5-4-1957થી 31-3-1962 સુધીની હતી અને ત્રીજી લોકસભા 2-4-1962થી 3-3-1967 સુધીના કાર્યકાળની હતી, આ બન્ને લોકસભામાં પણ વિપક્ષ તરીકે કોઇની નિમણૂક કરવામાં આવી નહોતી, પરંતુ ચોથી લોકસભા દરમિયાન પહેલીવાર વિપક્ષના નેતાની નિયુક્તિ કરવામાં આવી હતી. 4-3-1967થી 27-12-1970 દરમિયાન ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા, જ્યારે વિપક્ષના નેતા તરીકે રામ સુભગ સિંહની નિયુક્તિ કરવામાં આવી હતી. જોકે ચોથી લોકસભાથી લઇને 16મી લોકસભા દરમિયાન એવું ઘણી વખત બન્યું છે જ્યારે વિપક્ષ તરીકે કોઇની નિયુક્તિ કરવામાં ના આવી હોય. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કઇ લોકસભામાં વિપક્ષ તરીકે કોઇ નહોતું.

પાંચમી લોકસભા

પાંચમી લોકસભા

કાર્યકાળઃ- 15.3.1971 થી 18.1.1977
વડાપ્રધાનઃ- ઇન્દિરા ગાંધી
વિપક્ષના નેતાઃ- નિયુક્તિ નહીં

સાતમી લોકસભા

સાતમી લોકસભા

કાર્યકાળઃ- 10.1.1980 થી 31.12.1984
વડાપ્રધાનઃ- ઇન્દિરા ગાંધી(14.1.1980 થી 31.10.1984), રાજીવ ગાંધી(31.10.1984 થી 31.12.1984)
વિપક્ષના નેતાઃ- નિયુક્તિ નહીં

આઠમી લોકસભા

આઠમી લોકસભા

કાર્યકાળઃ- 31.12.1984 થી 27.11.1989
વડાપ્રધાનઃ- રાજીવ ગાંધી
વિપક્ષના નેતાઃ- નિયુક્તિ નહીં

સોળમી લોકસભા

સોળમી લોકસભા

કાર્યકાળઃ- 4-6-2014થી
વડાપ્રધાનઃ- નરેન્દ્ર મોદી
વિપક્ષના નેતાઃ- હજી નિયુક્તિ નહીં(એકપણ પક્ષને 10 ટકા બેઠકો મળી નથી)

English summary
fifth time No Leader of the Opposition in LS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X