For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં ભારતીય સરહદ પર વિરોધી સાથે લડશે ફાઇટર રોબોટ્સ

By Super
|
Google Oneindia Gujarati News

indian-army
ભવિષ્યની યુદ્ધ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત રોબોટિક સૈનિકો વિકસાવવાની દિશામા કામ કરી રહ્યું છે, જે ભારતની સૈન્ય શક્તિમાં વધારો કરશે. આ યોજના ડીઆરડીઓ હસ્તગત પાર પાડવામાં આવી રહી છે.

મિત્ર અને દુશ્મન બન્ને વચ્ચેના અંતરને માપી શકે તે પ્રકારની બૌદ્ધિકતા સાથે રોબોટને તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ રોબોટને કપરી યુદ્ધ સ્થિતિ, જેમ કે એલઓસી પર કામ કરવા માટે તૈયાર કરવામાં આવશે, જે માનવીઓનો જીવ બચાવશે.

ડીઆરડીઓના ચીફ અવિનાશ ચંદેરે કહ્યું, ' અમે રોબોટિક સૈનિકો પર કામ કરી રહ્યાં છીએ, અમે ઉચ્ચ કક્ષાની બૌદ્ધિકતા અંગે વિચારી રહ્યાં છીએ. આ એક નવો પ્રોગ્રામ છે અને ઘણી બધી લેબ્સ રોબોટિક્સ પર કામ કરી રહી છે. નવા રોબોટિકને એ રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે કે માનવરહિત યુદ્ધભૂમિમાં યુદ્ધ કરી શકે અને માનવીને મદદ કરી શકે.'

નવી ટેક્નોલોજીને મિનિએચર કોમ્યુનિકેશન, મટેરિયલ્સ, કોગ્નિટિવ ટેક્નોલોજી કે જે માનવી સાથે જોડાઇ શકે, જેવી વસ્તુઓથી ડેવલોપ કરવામાં આવશે, જે પાંચી છ દેશોમાં કામ કરી રહી છે. તે હજુ સંપૂર્ણ વિકસિત નથી, પરંતુ તેઓ એડવાન્સ સ્ટેજમાં છે.

English summary
With futuristic warfare in mind, India is working to develop robotic soldiers as part of its efforts to beef up its unmanned fighting capabilities, joining a select group of countries in this endeavour.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X