ભારતની અવાજ માટે લડી રહ્યો છું, તમામ કિંમત ચુકવવા તૈયાર-રાહુલ ગાંધી

નવી દિલ્હી : સુરતની કોર્ટે સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધી સતત સત્તાને લલકારી રહ્યા છે. કોર્ટની સજા બાદ હવે તેમની લોકસભા સદસ્યતા પણ છીનવાઈ જતા કોંગ્રેસે પણ સત્તા સામે હુંકાર ભરી છે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધીને સંસદમાં અયોગ્ય ઠેરવવા માટે દરેક યુક્તિ અપનાવવામાં આવી. સાથે જ રાહુલ ગાંધીએ પોતે આ અંગે ટિપ્પણી કરી છે.
લોકસભાની સદસ્યતા જતા હવે રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, તેઓ પોતાના ઈરાદાઓથી પાછળ હટવાના નથી. તે દેશના અવાજ માટે લડી રહ્યા છે. રાહુલ ગાંધીએ શુક્રવારે એક ટ્વીટ કરીને લખ્યુ કે, હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.
રાહુલ ગાંધીને 2019ના માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા બાદ ગુજરાતની અદાલતે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જેના કારણે તેમની સંસદની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. નિષ્ણાતો અનુસાર, તેમને દોષી ઠેરવાતા લોકસભાની સદસ્યતા આપમેળે અયોગ્યતાના દાયરામાં આવી ગઈ હતી. કોર્ટ તેમને દોષિત ન માનતી તો તેમનું સંસદનું સભ્યપદ બચાવી શકાયું હોત, પરંતુ એવું થયું નહીં.
રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ અને સંસદમાંથી અયોગ્ય ઠેરવ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, રાહુલ ગાંધીને અયોગ્ય ઠેરવવા માટે તમામ પદ્ધતિઓ અજમાવી. જે સત્ય બોલે છે તેને તે પસંદ નથી કરતા. પરંતુ કોંગ્રેસ સત્ય બોલવાનું ચાલુ રાખશે. અમે જેપીસીની માંગણી કરવાનું ચાલુ રાખીશું, જો લોકતંત્રને બચાવવા માટે જરૂર પડશે તો જેલમાં જઈશું.












Click it and Unblock the Notifications
