સની દેઓલ ભાજપમાં જોડાયા, આ સીટથી ચૂંટણી લડશે

હાલમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે ફિલ્મ અભિનેતા સની દેઓલની એક ફોટો સામે આવી હતી, ત્યારપછી શંકા વ્યકત કરવામાં આવી રહી હતી કે સની દેઓલ ભાજપમાં જોડાઈ શકે છે.

હાલમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે ફિલ્મ અભિનેતા સની દેઓલની એક ફોટો સામે આવી હતી, ત્યારપછી શંકા વ્યકત કરવામાં આવી રહી હતી કે સની દેઓલ ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ હવે અધિકારીક રીતે સની દેઓલ ભાજપમાં જોડાઈ ચુક્યા છે. આપને જણાવી દઈએ કે ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની પહેલાથી જ ભાજપા નેતા છે અને મથુરાથી ભાજપા સાંસદ પણ છે. આ વખતે ફરી એકવાર પાર્ટીએ હેમા માલિનીને મથુરાથી પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચો: ગૌતમ ગંભીર પૂર્વ તો મીનાક્ષી લેખી નવી દિલ્હીથી ભાજપા ઉમેદવાર

મોદીજી સાથે જોડાવવા આવ્યો છું

મોદીજી સાથે જોડાવવા આવ્યો છું

ભાજપમાં જોડાવા પર સની દેઓલે કહ્યું કે જે રીતે મારા પાપા અટલજી સાથે જોડાયા હતા, તેવી જ રીતે હું મોદીજી સાથે જોડાવવા આવ્યો છું. તેમને દેશ માટે ઘણું કર્યું છે, હું ઇચ્છુ છું કે તેઓ કામ આગળ પણ ચાલુ રાખે. દેશના યુવાનોને મોદીજીની જરૂર છે. આપને જણાવી દઈએ કે ભાજપાએ તેમને ગુરુદાસપુરથી ટિકિટ આપી છે.

નિર્મલા સીતારામને સ્વાગત કર્યું

નિર્મલા સીતારામને સ્વાગત કર્યું

આ અવસરે નિર્મલા સીતા રમણે સની દેઓલનું સ્વાગત કરતા કહ્યું કે તેઓ ઘણા જ લોકપ્રિય અભિનેતા છે જયારે મેં સાંભળ્યું કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે મારા દિમાગમાં તેમની બોર્ડર ફિલ્મ આવી, જેને દરેક નાગરિકના મનમાં દેશભક્તિની ભાવના જગાવી હતી. તેમને કહ્યું કે તેઓ ભાજપમાં તેમનું સ્વાગત કરે છે.

સની દેઓલ પોતાની છાપ છોડશે

સની દેઓલ પોતાની છાપ છોડશે

આ અવસરે પિયુષ ગોયલે જણાવ્યું કે આજે એક પ્રકારનો ઘણા વર્ષોનો પારિવારિક સંબંધ રાજનૈતિક સંબંધ બનવા જઈ રહ્યો છે. સની દેઓલે જે નિર્ણય લીધો છે તેના પર મને વિશ્વાસ છે કે તેઓ જનતાની વચ્ચે રહીને પોતાની છાપ છોડશે, તેનો આપણા બધાને વિશ્વાસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X