અયોધ્યા વિવાદ: 164 વર્ષ જૂના વિવાદ પર સુપ્રીમ કોર્ટ કરશે સુનવણી

Written By:
Subscribe to Oneindia News

મંગળવારથી દેશના સૌથી વિવાદિત કેસ પર સુનવણી શરૂ થવા જઇ રહી છે, આ કારણે સમગ્ર દેશની નજર સુપ્રીમ કોર્ટ પર છે. વર્ષ 2010માં હાઇકોર્ટે આ વિવાદિત જમીનને સંબંધિત ત્રણ પક્ષોમાં વહેંચવાનો નિર્ણય કર્યો હતો, જો કે તમામ ત્રણેય પક્ષોએ આ ચૂકાદા વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સુનવણી જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી ત્રણ સભ્યોની બેંચ કરશે, જેમાં તેમની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીર પણ હાજર રહેશે. સુન્ની વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબ્બલ અને રાજીવ ધવન છે, તો રામલીલાનો પક્ષ હરીશ સાલ્વે મુકશે. સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ આ વિવાદ સાથે જોડાયેલ અનેક ભાષાઓમાં અનુવાદ કરવામાં આવેલ 9000 પાનાના દસ્તાવેજો પર પણ ધ્યાન આપશે. ઉલ્લેખનીય છે કે, આ વિવાદિત બાંધકામ તોડી પડાયાના 25 વર્ષ પૂર્ણ થનાર છે.

Ayodhya

ઉલ્લેખનીય છે કે, આ મામલા સાથે જોડાયેલ 9000 પનાંના દસ્તાવેજ અને 90 હજાર પાનાંઓમાં નોંધાયેલ નિવેદનો ફારસી, સંસ્કૃત, અરબી સહિત અનેક ભાષાઓમાં છે. સુન્ની વક્ફ બોર્ડ દ્વારા કોર્ટ સામે આ દસ્તાવેજોનો અનુવાદ કરાવવાની માંગણી કરી હતી. રામ મંદિરના આંદોલન દરમિયાન 6 ડિસેમ્બર, 1992ના રોજ અધ્યોધ્યામાં બાબરી મસ્જિદ પાડવામાં આવી હતી. આ મામલે ગુનાહિત કેસની સાથે-સાથે સિવિલ કેસ પણ ચાલ્યો હતો.

English summary
The Supreme Court is likely to commence final hearing in the long-standing Ram Janmabhoomi- Babri Masjid title dispute Today, a day before the 25th anniversary of the demolition of medieval-era structure.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.