For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Final Year Exam: ફાઈનલ યરની પરીક્ષા પર આવ્યો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ફાઈનલ યરની પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ફાઈનલ યરની પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. કોર્ટે વિશ્વવિદ્યાલય અનુદાન પંચ(UGC)ની 6 જુલાઈના રોજ જારી ગાઈડલાઈન્સને યથાવત રાખી છે. સાથે જ કહ્યુ છે કે પરીક્ષા વિના છાત્રોને પ્રમોટ નહિ કરવામાં આવે. તમને જણાવી દઈએ કે યુજીસીની ગાઈડલાઈન્સને પડકારતી અરજીઓમાં કોવિડ-19 મહામારીના કારણે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી હતી. યુજીસીએ પોતાની સંશોધિત ગાઈડલાઈન્સમાં દેશભરમાં બધી યુનિવર્સિટીઓને કહ્યુ છે કે 30 સપ્ટેમ્બર પહેલા પરીક્ષાઓનુ આયોજન થઈ જવુ જોઈએ.

યુજીસી પાસે વધુ સમય માંગી શકે છે રાજ્ય

યુજીસી પાસે વધુ સમય માંગી શકે છે રાજ્ય

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે રાજ્યોને છાત્રોને પ્રમોટ કરવા માટે પરીક્ષા આયોજિત કરવી પડશે. જો કે રજ્ય યુજીસી પાસે વધુ સમય માંગી શકે છે. કોર્ટે એ પણ કહ્યુ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ રાજ્યોમાં મહામારીને જોતા પરીક્ષાઓ સ્થગિત કરી શકાય છે અને તારીખ નક્કી કરવા માટે યુજીસીની સલાહ લઈ શકે છે. આ ચુકાદો ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, ન્યાયમૂર્તિ આર સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ આર શાહની બેંચે સંભળાવ્યો છે.

18 ઓગસ્ટના રોજ પૂરી થઈ હતી સુનાવણી

18 ઓગસ્ટના રોજ પૂરી થઈ હતી સુનાવણી

આ કેસમાં સુનાવણી 18 ઓગસ્ટે પૂરી થઈ ગઈ હતી અને અંતિમ ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ગઈ સુનાવણીમાં કોર્ટે બધા પક્ષોને અંતિમ દલીલો સોંપવા માટે કહ્યુ હતુ અને આના માટે ત્રણ દિવસનો સમય માંગ્યો હતો. 18 ઓગસ્ટની સુનાવણીમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્લી અને ઓરિસ્સા રાજ્યોની દલીલો સાંભળવામાં આવી હતી. આ રાજ્યોએ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ યુજીસીનુ કહેવુ છે કે પરીક્ષાઓ રદ કરવાનો અધિકાર માત્ર યુજીસી પાસે છે.

યુજીસીએ પોતાના જવાબમાં શું કહ્યુ હતુ?

યુજીસીએ પોતાના જવાબમાં શું કહ્યુ હતુ?

આ પહેલા યુજીસીએ પણ સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. જેમાં કહ્યુ હતુ કે ફાઈનલ યરની પરીક્ષાઓ 30 સપ્ટેમ્બર સુધી છાત્રોનુ ભવિષ્ય સંભાળવાના ઉદ્દેશ્યથી આયોજિત કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી તેને આગળના અભ્યાસમાં મુશ્કેલી ન આવે. યુજીસીએ પોતાના જવાબમાં રાજ્ય સરકારો સાથે સાથે અરજીકર્તાઓની ચિંતાઓને સંબોધિત કરીને કહ્યુ હતુ કે ટર્મિનલ વર્ષ દરમિયાન અંતિમ વર્ષના છાત્રો માટે પરીક્ષાઓ આયોજિત કરીને તેમના દ્વારા કરવામાં આવેલ, 'વિશેષ ઈલેક્ટીવ પાઠ્યક્રમો'ના અધ્યયનનુ પરીક્ષણ જરૂરી છે.

તારામાં એટલી હિંમત છે કે મીડિયામાં આવી મારા ભાઈની ઈમેજ બગાડેતારામાં એટલી હિંમત છે કે મીડિયામાં આવી મારા ભાઈની ઈમેજ બગાડે

English summary
Final Year Exam 2020: supreme court gave verdict upholds UGC guidelines
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X