For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Final Year Exams: 640 યુનિવર્સિટીઓએ UGCને મોકલ્યો જવાબ, જાણો પરીક્ષા માટે શું કહ્યુ

યુજીસીએ ફાઈનલ યરની પરીક્ષા બાબતે વિશ્વવિદ્યાલયોનુ મંતવ્ય માંગ્યુ. હવે યુજીસીને 640 વિશ્વવિદ્યાલયોનો જવાબ મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ(યુજીસી)એ હાલમાં જ ફાઈનલ યરની પરીક્ષાઓ વિશે ગાઈડલાઈન જારી કરી હતી જેના કારણે વિશ્વવિદ્યાલયો વચ્ચે અસમંજસની સ્થિતિ બનેલી હતી કે પરીક્ષા કરાવવાની છે કે નહિ. ત્યારબાદ યુજીસીએ આ બાબતે વિશ્વવિદ્યાલયોનુ મંતવ્ય માંગ્યુ. હવે યુજીસીને 640 વિશ્વવિદ્યાલયોનો જવાબ મળ્યો છે. જેમાંથી 454 પરીક્ષા કરાવી ચૂક્યા છે અથવા તેની યોજના બનાવી રહ્યા છે. વળી, 177 વિશ્વવિદ્યાલયોએ આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી.

ugc

યુજીસીએ એક નિવેદન જારી કરીને કહ્યુ, 'વિશ્વ વિદ્યાલયોને પરીક્ષાઓના આયોજન વિશે સ્થિતિ જણાવવા માટે કહેવામાં આવ્યુ હતુ. 640 વિશ્વવિદ્યાલયો પાસેથી જવાબ મળ્યો છે. આમાંથી 454 પરીક્ષાઓનુ આયોજન કરાવી ચૂક્યા છે અથવા પરીક્ષા આયોજિત કરાવવાની યોજના બનાવી રહ્યા છે. 177 વિશ્વવિદ્યાલયોએ પરીક્ષા આયોજિત કરવવા વિશે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી.' આ સાથે પંચે કહ્યુ છે કે 27 ખાનગી વિશ્વવિદ્યાલય, જે 2019-20 દરમિયાન સ્થાપિત થયા, તેમાં પહેલી બેચ ફાઈનલ યરની પરીક્ષા આપવા યોગ્ય નથી.

આ પહેલા યુજીસીએ કહ્યુ હતુ કે ફાઈનલ યરની પરીક્ષા માટે રાજ્ય નિર્ણય ન લઈ શકે, આ બાબતે માત્ર આયોગ જ કોઈ નિર્ણય લઈ શકે છે. યુજીસીએ રાજ્યોના વિશ્વવિદ્યાલયોને કહ્યુ હતુ કે તેમણે પણ યુજીસીની ગાઈડલાઈન્સનુ પાલન કરવાનુ રહેશે. એક રિપોર્ટ અનુસાર એચઆરડી સચિવ અમિત ખરેએ કહ્યુ, 'યુજીસી એક્ટ અનુસાર રાજ્ય સરકારો આના પર નિર્ણય ન લઈ શકે. શાળા શિક્ષણથી અલગ, જે સ્ટેટમાં યાદી છે, તે ઉચ્ચ શિક્ષણ સમવર્તી સૂચિમાં આવે છે. યુજીસી અને એઆઈસીટીઈના નિર્દેશોને લાગુ કરવાનુ હોય છે. આ અધિનિયમમાં છે.'

યુજીસીનો આ જવાબ દિલ્લી સરકારના નિર્ણય બાદ આવ્યો હતો જેમાં દિલ્લી સરકારે રાજ્યમાં આવતા વિશ્વવિદ્યાલયોની પરીક્ષાઓ રદ કરી દીધી હતી. દિલ્લી સરકારે આ નિર્ણય કોરોના વાયરસ (કોવિડ-19)થી ઉભી થયેલી પરિસ્થિતિના કારણે કર્યો છે.

કોરોનાને મ્હાત આપેલ ફેઝલ ત્રીજી વાર ડોનેટ કરશે પ્લાઝ્મા, કહ્યુ - મારામાં કોરોનાને હરાવવાનો દમકોરોનાને મ્હાત આપેલ ફેઝલ ત્રીજી વાર ડોનેટ કરશે પ્લાઝ્મા, કહ્યુ - મારામાં કોરોનાને હરાવવાનો દમ

English summary
Final year exams 2020: UGC received response from 640 universities 177 yet to decide
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X