Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પુત્ર તેજપ્રતાપના લગ્ન માટે લાલુને મળ્યા પેરોલ

લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવના ઐશ્વર્યા રાય સાથે 12 મે ના રોજ લગ્ન છે. આ લગ્નમાં રાજદ સુપ્રિમો હાજર રહેશે કે નહિ તેના અંગે મોટુ સંકટ હવે ખતમ થઈ ગયુ છે.

લાલુ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવના ઐશ્વર્યા રાય સાથે 12 મે ના રોજ લગ્ન છે. આ લગ્નમાં રાજદ સુપ્રિમો હાજર રહેશે કે નહિ તેના અંગે મોટુ સંકટ હવે ખતમ થઈ ગયુ છે કારણકે સમાચાર છે કે પુત્રના લગ્નમાં હાજર રહેવા માટે લાલુને પેરોલ મળી ગયા છે. આ પહેલા 36 કલાકથી લાલૂ પ્રસાદને પેરોલ મળવા પર શંકા હતી પરંતુ હવે બધુ સસ્પેન્સ ખતમ થઈ ગયુ છે અને આજે લાલુને ત્રણ દિવસના પેરોલ મળી ગયા છે.

સપ્લીમેન્ટ્રી રિપોર્ટ પર અટક્યો હતો મામલો

સપ્લીમેન્ટ્રી રિપોર્ટ પર અટક્યો હતો મામલો

તમને જણાવી દઈએ કે લાલુએ પેરોલ માટે પાંચ દિવસની માંગ કરી હતી અને આશા હતી કે લાલુને સરળતાથી પેરોલ મળી જશે પરંતુ છેલ્લી ઘડીએ જેલ આઈજી હર્ષ મંગલાએ સપ્લીમેન્ટ્રી રિપોર્ટ માંગી લેતા મામલો ફસાઈ ગયો.

લાલુને બુધવારે પેરોલ નહોતા મળ્યા

લાલુને બુધવારે પેરોલ નહોતા મળ્યા

લાલુને બુધવારે પેરોલ મળી શક્યા નહોતા. જો કે હવે રાજદ પક્ષે રાહતનો દમ લીધો છે કારણકે તેમના સુપ્રિમોને ત્રણ દિવસના તો પેરોલ મળી ગયા છે.

લાલુ ફ્લાઈટથી પટના આવશે

લાલુ ફ્લાઈટથી પટના આવશે

પેરોલ મળ્યા બાદ લાલુ આજે સાંજે ફ્લાઈટમાં પટના આવશે અને પારિવારિક સમારંભમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે તેજ પ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન 12 મે ના રોજ સાંજે સાત વાગે છે. તેજપ્રતાપ જાન લઈને 5 સર્ક્યુલર રોડ પર સ્થિત પોતાના થનારા સાસરા ડૉ.ચંદ્રિકા રાયના સરકારી નિવાસે પહોંચશે.

મટકોર અને હલ્દી કલશની વિધિઓ

મટકોર અને હલ્દી કલશની વિધિઓ

દ્વારપૂજા, જયમાલા અને પ્રીતિભોજનું આયોજન વેટનરી કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યુ છે. આ પહેલા 11 મે (શુક્રવાર) ના રોજ મટકોર અને હલ્દી કલશનો કાર્યક્રમ થશે. જેમાં નજીકના લોકો જ હાજર રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X