For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારને મોટી સફળતા, સ્વિસ બેંક ખાતાંધારકોની યાદી મળી

મોદી સરકારને મોટી સફળતા, સ્વિસ બેંક ખાતાંધારકોની યાદી મળી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કાળાંધનને લઈ ચાલી રહેત તમામ કવાયતને મોટી સફળત મળી છે. વિદેશી બેંકોમાં મોટી સંખ્યામાં જમા કાળાધનના ખાતાધારકોની જાણકારી મોદી સરકારને મળી ગઈ છે. સ્વિત્ઝરલેન્ડ સરકાર તરફથી આ તમામ ખાતાધારકોની યાદી ભારત સરકારને સોંપી દેવામાં આવી છે. સ્વિત્ઝરલેન્ડ સરકાર તરફથી કાળાધન ખાતાધારકોની આ પહેલી યાદી મોદી સરકારને સોંપામાં આવી છે. જણાવી દઈએ કે ભારત એવા અમુક દેશોમાંનો એક છે જેને સ્વિસ બેંક ખાતાધારકોની યાદી મળી હોય.

આગલી યાદી 2020માં

આગલી યાદી 2020માં

સ્વિત્ઝરલેન્ડના આવકવેરા વિભાગ મુજબ સરકારને આગલી જાણકારી 2020માં સોંપવામાં આવશે. મળેલ માહિતી મુજબ સ્વિસ બેંકમા દુનિયાભરના 75 દેશોના 31 લાખ બેંક ખાતાં છે, જેના પર સરકારોની બાજ નજર છે. આ ખાતામાં કેટલાય ખાતા ભારતીયોના છે, જેમની જાણકારી હાંસલ કરવા માટે લાંબા સમયથી ભારત સરકાર પ્રયત્ન કરી રહી હતી. જે મામલે હવે ભારતને મોટી સફળતા મળી છે. આ જાણકારી મળતાંની સાથે જ હવે એવા તમામ ધન કુબેરોના નામ સામે આવી જશે, જેમણે દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો.

તમામ બેંક ગેરકાયદેસર

તમામ બેંક ગેરકાયદેસર

સૂત્રો મુજબ ભારત સરકારને જે બેંક ખાતાની જાણકારી મળી છે તે તમામ ગેરકાયદેસર છે. આ જાણકારી મળ્યા બાદ હવે ભારત સરકારની તમામ એજન્સીઓ તેની તપાસ કરશે અને એક-એક કરી એવા લોકોના નામ બેનકાબ થશે, જેમણે દેશને આર્થિક નુકસન પહોંચાડ્યું છે. સૂત્રો મુજબ યાદીમાં જે લોકોનાં નામ હશે તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

મોટો મુદ્દો રહ્યો

મોટો મુદ્દો રહ્યો

ઉલ્લેખનીય છે કે કાળાધન મુદ્દો વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલાથી જ જ્વલંત રહ્યો છે. ભાજપ અને નરેન્દ્ર મોદી આ મુદ્દાને કેટલીય વખત મંચ પર ઉઠાવી ચૂક્યા છે. તમામ ચૂંટણી પ્રચારોમાં પણ ભાજપ તરફથી કાળા ધનનો ઉલ્લેખ થતો રહ્યો છે. 2014 બાદ 2019માં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ તરફથી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે અમે સ્વિસ સરકારના સંપર્કમાં છીએ અને કાળા ધન વિરુદ્ધની લડાઈમાં સફળતા મળશે.

ATM માંથી ડબલ રૂપિયા નીકળ્યા, લોકોએ મશીન ખાલી કરી દીધુંATM માંથી ડબલ રૂપિયા નીકળ્યા, લોકોએ મશીન ખાલી કરી દીધું

English summary
finally modi government got first list of swiss bank account holders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X