For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ છેવટે શિવસેનાએ CM પદની જીદ છોડી, હવે રાખ્યો આ પ્રસ્તાવ

લેટેસ્ટ માહિતી મુજબ હવે શિવસેના પોતાની માંગ માટે થોડી નરમ થઈ છે અને રાજ્યમાં સરકારની રચના માટે ભાજપ સાથે મળીને સહયોગ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ સતત ચાલુ છે. છેલ્લા ઘણા દિવસોથી શિવસેના મુખ્યમંત્રી પદની માંગ માટે જીદ પર અડેલી હતી જ્યારે ભાજપ કોઈ પણ સંજોગોમાં સીએમ પદ આપવા માટે તૈયાર નહોતુ પરંતુ લેટેસ્ટ માહિતી મુજબ હવે શિવસેના પોતાની માંગ માટે થોડી નરમ થઈ છે અને રાજ્યમાં સરકારની રચના માટે ભાજપ સાથે મળીને સહયોગ કરી રહી છે. રિપોર્ટની માનીએ તો ભાજપ શિવસેનાને 14 કેબિનેટ મંત્રીના પદ આપવા માટે તૈયાર છે પરંતુ શિવસેના 18 કેબિનેટ મંત્રાલયની માંગ કરી રહ્યુ છે.

ભાજપ મહત્વના મંત્રાલય આપવાના પક્ષમાં નથી

ભાજપ મહત્વના મંત્રાલય આપવાના પક્ષમાં નથી

શિવસેનાની માંગ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યુ છે કે તે ગૃહ મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલય શિવસેનાને કોઈ પણ સંજોગોમાં નહિ આપે. જો કે ભાજપ શિવસેનાને રાજસ્વ, નાણા, પીડબ્લ્યુડી જેવા મહત્વના મંત્રાલય આપવા માટે તૈયાર છે. ભાજપનુ એક જૂથ મહત્વના મંત્રાલયો શિવસેનાને આપવાના વિરોધમાં છે તેમછતાં ભાજપ આ મહત્વના મંત્રાલયો શિવસેનાને આપવા માટે તૈયાર છે જેથઈ રાજ્યમાં સ્થિર સરકાર બની શકે.

આ ફોર્મ્યુલા પર થઈ રહી છે ચર્ચા

આ ફોર્મ્યુલા પર થઈ રહી છે ચર્ચા

આ સાથે જ ભાજપે શિવસેનાને પ્રસ્તાવ આપ્યો છે કે તે પોતાના કોઈ પણ નેતાને ઉપમુખ્યમંત્રી બનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે 2014માં ભાજપ અને શિવસેના વચ્ચે 26-13-4ની ફોર્મ્યુલા અપનાવવામાં આવી હતી એટલે કે ભાજપને 26 મંત્રાલય મળ્યા હતા, શિવસેનાને 13 મંત્રાલય આપવામાં આવ્યા હતા જ્યારે અન્ય સહયોગીઓને ચાર મંત્રાલય આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટો છે એવામાં અહીં મહત્તમ 43 મંત્રી હોઈ શકે છે.

આ પણ વાંચોઃ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ, જાણો તેમના અનમોલ વિચારોઆ પણ વાંચોઃ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ, જાણો તેમના અનમોલ વિચારો

શિવસેનાનો પ્રસ્તાવ

શિવસેનાનો પ્રસ્તાવ

2014થી અલગ શિવસેનાએ આ વખતે નવી ફોર્મ્યુલા 21-8-4ની આપી છે. પરંતુ ભાજપ શિવસેનાને 18 મંત્રાલય આપવા માટે રાજી નથી. ભાજપ અને શિવસેનાના નેતાઓ વચ્ચે સામાન્ય સંમતિ બનાવવા માટે સતત વાતચીતનો દોર ચાલુ છે. આ દરમિયાન 1995ની ફોર્મ્યુલાનો પણ પ્રસ્તાવ સામે રાખવામાં આવ્યો છે. એ સમયે શિવસેનાને મુખ્યમંત્રીનુ પદ મળ્યુ હતુ જ્યારે ભાજપને ઉપમુખ્યમંત્રીનુ પદ, સાથે ભાજપને ગૃહ મંત્રાલય, નાણા, પીડબ્લ્યુડી જેવા મહત્વના વિબાગ આપવામાં આવ્યા હતા. પરંતુ આ ફોર્મ્યુલાને પહેલા તબક્કાની ચર્ચામાં જ ભાજપે ધરમૂળથી ફગાવી દીધી.

English summary
Finally Shivsena move forward to form government in Maharashtra with BJP with a condition.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X