Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

GST અંગે અરુણ જેટલીની જાહેરાત: શું થયું સસ્તું? જાણો અહીં

શુક્રવારે સવારે જીએસટી કાઉન્સિલની 23મી બેઠક મળી હતીનાણાં મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતા હેઠળ મળેલી આ બેઠકમાં જીએસટીના દરમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો

શુક્રવારે સવારે જીએસટી કાઉન્સિલની 23મી બેઠક ગુવાહાટી,આસામમાં મળી હતી. નાણાં મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતા હેઠળ મળેલી આ બેઠકમાં જીએસટીના દરમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય બાદ સરકાર તરફથી કુલ 211 ચીજો સસ્તી કરવામાં આવી છે. બેઠક બાદ શુક્રવારે સાંજે અરુણ જેટલીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. ગુવાહાટીમાં જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. 9 નવેમ્બર અને ગુરૂવારેના રોજ પહેલી બેઠક મળી હતી અને ત્યાર બાદ 10 નવેમ્બર અને શુક્રવારાના રોજ બીજી બેઠખ મળી હતી.

arun jaitley

આ પત્રકાર પરિષદમાં થયેલ અન્ય અગત્યની જાહેરાતો નીચે મુજબ છે:

  • કુલ 227 વસ્તુઓ પર 28 ટકા જીએસટી લાગતો હતો, એની જગ્યાએ હવે માત્ર 50 વસ્તુઓ પર 28 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે
  • કુલ 178 વસ્તુઓ પરનો જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે
  • 15 નવેમ્બરથી જીએસટીના નવા દર લાગુ થશે.
  • 13 વસ્તુઓ પરનો જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે
  • 6 વસ્તુઓ 18 ટકાના સ્લેબમાંથી 5 ટકાના સ્લેબમાં મુકવામાં આવી છે.
  • 12 ટકા જીએસટી દર ધરાવતી 8 વસ્તુઓ પર હવે માત્ર 5 ટકા જીએસટી ચૂકવવાનો રહેશે
  • 5 ટકાના દર હેઠળ આવતી 6 વસ્તુઓ પર હવે કોઇ જીએસટી ચૂકવવાનો નહીં રહે.
  • આ વસ્તુઓ થઇ સસ્તી: સેનેટરી, સૂટકેસ, વોલપેપર્સ, પ્લાયવુડ, સ્ટેશનરી, ઘડિયાળ, રમકડા, આફ્ટર શેવ, ડિઓડ્રંટ, વોશિંગ પાવડર, માર્બલ
  • આ વસ્તુઓની કિંમતમાં કોઇ ઘટાડો નહીં: પેન્ટ, સિમેન્ટ, વોશિંગ મશીન, ફ્રિઝ, તમાકુ વગેરે
  • દેશના તમામ રેસ્ટોરન્ટ્સ, એસ અને નોન-એસી માં હવે 5 ટકા જીએસટી લાગશે. કોઇ રેસ્ટોરન્ટને આઇટીસીનો લાભ નહીં મળે: અરુણ જેટલી
  • પ્લાયવુડ , માર્બલ, ઘર બનાવવાના સામાન પર 18 ટકા જીએસટી
  • સિમેન્ટ અને કલર પર 28 ટકા જીએસટી
  • 3B ના રિટર્ન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા માર્ચ મહિના સુધી ચાલશે. માર્ચ, 2018 સુધી તમામ કરદાતાઓએ 3B ભરવાનું રહેશે: હસમુખ અઢીયા, ફાઇનાનન્સ અને રેવેન્યુ સેક્રેટરી
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X