Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓ સાથેની પીએમ મોદીની બેઠકમાં નાણામંત્રી જ ગેરહાજર

બજેટ પહેલા અર્થશાસ્ત્રીઓ સાથેની પીએમ મોદીની બેઠકમાં નાણામંત્રી જ ગેરહાજર

નવી દિલ્હીઃ Budget 2020 પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિકાસ અને રોજગાર સાથે અર્થવ્યવસ્થામાં સુધારા માટે ઉઠાવવામાં આવનાર પગલાંઓને ધ્યાનમાં રાખી 30થી વધુ ઉદ્યોગ વિશેષજ્ઞો અને અર્થશાસ્ત્રીઓ સાથે બે કલાક સુધી બેઠક યોજી. સૂત્રો મુજબ પીએમ મોદીએ પાંચ ટ્રિલિયન ડૉલર અર્થવ્યવસ્થાના લક્ષ્યને લઈ અર્થશાસ્ત્રિઓને સંબોધિત કર્યા. સૂત્રોનું કહ્યું છે કે વડાપ્રધાને ખપત અને માંગ વધારવા માટે મંતવ્યો લીધા. ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ આ બેઠકમાં હાજર હતા. પરંતુ નાણામંત્રી ખદ નિર્મલા સીતારમણ આ બેઠકમાં જોવા ના મળતાં કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું જ્યારે ભાજપે ટ્વિટર હેન્ડલદ્વારા જાણકારી આપી કે નાણામંત્રી નિર્મલા સીતારમણે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવો સહિત તમામ મોર્ચા પ્રભારિઓ અને પ્રવક્તાઓ સાથે બેઠક કરી બજેટ સંબંધિત મંતવ્યો મેળવ્યા.

nirmala sitharaman

જ્યારે કોંગ્રેસ નીતિ આયોગની બેઠકની તસવીર શર કરતાં વ્યંગ કર્યો કે, "એક મહિલાના ખભે જે જવાબદારી છે તેને પૂરી કરવા માટે કેટલા પુરુષો હાજર છે." કોંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું કે આગામી વખતે બજેટ પહેલા થનાર બેઠકમાં નિર્મલાને પણ બોલાવવામાં આવે. કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કહ્યું, 'અહીં એક મંતવ્ય છે. આગલી વખતે જ્યારે બજટે પહેલા બેઠક થાય તેમાં નાણામંત્રીને પણ આમંત્રિત કરવા વિશે વિચાર કરવામાં આવે.'

નિર્મલા રમણની ગેરહાજરીના સવાલોનો જવાબ સીતારમણ ઑફિસ દ્વારા પણ આપવામાં આવ્યો છે, જ્યાં જાણખારી આપવામાં આી છે કે મંત્રી જી પહેલા જ ઉદ્યોગપતિઓ અને વિશેષજ્ઞો સાથે પ્રી બજેટ બેઠક કરી પરામર્શ કરી ચૂક્યા છે, અને પીએમ મોદીની આગેવાનીમાં થઈ રહેલી બેઠક દરમિયાન તેઓ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવો સહિત તમામ મોર્ચા પ્રભારીઓ અને પ્રવક્તાઓ સાથે બેઠક કરી બજેટ સબંધિત મંતવ્યો લઈ રહ્યાં હતાં.

નાણામંત્રીની ઑફિસ મુજબ નિર્મલા સીતારમણ પાર્ટીના અધિકારીઓ સાથે પૂર્વ નિર્ધારિત બેઠકને કેન્સલ ના કરી શક્યાં, તેમણે આ વિશે પીએમઓને જાણકારી આપી દીધી હતી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પીએમ મોદીએ જ નાણામંત્રીને સલાહ આપી હતી કે તેઓ આ મિટિંગને બદલે બીજી મિટિંગનો ભાગ બને. જણાવી દઈએ કે બજેટ સત્રનો પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો માર્ચથી 3 એપ્રિલ સુધી ચાલશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X