For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યસ બેંક સંકટઃ નાણામંત્રી સીતારમણે કહ્યુ, ચિંતા ના કરો, નહિ ડૂબવા દઈએ તમારા પૈસા

યસ બેંક સંકટમાંથી ગ્રાહકોમાં મચેલા ખળભળાટ વિશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોટુ નિવેદ આપ્યુ.

|
Google Oneindia Gujarati News

યસ બેંકના ડૂબવાના સમાચારથી ખાતાધારકોને પોતાના પૈસાની ચિંતા થવા લાગી છે. ગુરુવારે ભારતીય રિઝર્વ બેંકના એલાન બાદથી યસ બેંકના ગ્રહાકો પોતાના પૈસા કાઢવા માટે એટીએમની બહાર લાંબી લાઈનોમાં ઉભા છે. યસ બેંક સંકટમાંથી ગ્રાહકોમાં મચેલા ખળભળાટ વિશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોટુ નિવેદન આપ્યુ. નાણામંત્રીએ કહ્યુ કે ખાતાધારકોએ ચિંતા કરવાની જરૂર નથી, યસ બેંક ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે.

nirmala sitaraman

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના નિવેદનમાં કહ્યુ, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વહેલી તકે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) નવી યોજનાઓ સાથે આ સંકટથી નિપટવાનો રસ્તો કાઢશે. હું ખાતાધારકો અને રોકાણકારોને આશ્વાસન આપવા ઈચ્છુ છુ કે સરકાર અને આરબીઆઈ આ મુદ્દે નજર રાખી રહ્યા છે. ગભરાવાની જરૂર નથી, બધાના પૈસા સુરક્ષિત છે. નાણામંત્રીએ આગળ કહ્યુ, અમે એક નિયમાવલી બનાવી છે જે બધા હિતમાં હશે. આરબીઆઈએ આશ્વાસન આપ્યુ છે કે વહેલી તકે એક પ્રસ્તાવ શોધવામાં આવશે.

પોતાના નિવેદનમાં નિર્મલા સીતારમણે આગળ કહ્યુ કે આરબીઆઈએ ગ્રાહકોને 50,000 સુધી કાઢવાની છૂટ આપી છે. જો કોઈને વધુ પૈસાની જરૂર હોય તો તેમણે બનાવવામાં આવેલા નિયમોનુ પાલન કરવુ પડશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પહેલા જ કહ્યુ હતુ કે યસ બેંકનુ રિઝોલ્યુશન ખૂબ ઝડપથી કરવામાં આવશે અને આના માટે 30 દિવસની સમય સીમા રાખવામાં આવી છે. તેમણે એક પ્રેસ કૉન્ફરન્સમાં યસ બેંકના સંકટ પર બોલતા કહ્યુ હતુ કે યસ બેંકને પુરર્જીવિત કરવા માટે આરબીઆઈ એક યોજના હેઠળ બહુ જલ્દી કાર્યવાહી કરશે. ખાતાધારકોએ પરેશાન થવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ શું નોટોથી પણ ફેલાય છે કોરોના વાયરસ, WHOએ આપી ચેતવણીઆ પણ વાંચોઃ શું નોટોથી પણ ફેલાય છે કોરોના વાયરસ, WHOએ આપી ચેતવણી

English summary
Finance Minister Nirmala Sitharaman said on Yes Bank Crisis Do not worry your money is safe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X