For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો મહેબુબા મુફ્તીની દિકરીઓ હાલ ક્યાં છે અને શું કરે છે

5 ઓગસ્ટે જ્યારે સરકારે જમ્મુ કાશ્મીરમાં લગાવેલ 370ની કલમને નાબૂદ કરી ત્યારે આ નિર્ણય મામલે ત્યાંના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની દિકરી ઈલ્તિઝાએ પણ પ્રતિક્રિયા આપી હતી.

|
Google Oneindia Gujarati News

5 ઓગસ્ટે જ્યારે સરકારે જમ્મુ કાશ્મીરમાં લગાવેલ 370ની કલમને નાબૂદ કરી ત્યારે આ નિર્ણય મામલે ત્યાંના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની દિકરી ઈલ્તિઝાએ પણ પ્રતિક્રિયા આપી હતી. ઈલ્તિઝાએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ કાશ્મીરના લોકોના અધિકારીને છીનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉપરાંત તેમણે ગૃહમંત્રી અમિત શાહ પર જુઠ્ઠુ બોલવાનો મોટો આરોપ લગાવ્યો હતો. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી વિશે તમામ લોકો જાણે છે પણ તેમની બે દિકરીઓ વિશે બહું ઓછા લોકોને ખબર છે. આજે અમે તમને જણાવિશું કે મહેબુબા મુફ્તીની આ બે દિકરીઓ આખરે શું કરે છે અને ક્યાં રહે છે.

ખબરોથી દૂર રહે છે

ખબરોથી દૂર રહે છે

ઈલ્તિઝા અને ઈર્તિકા જાવેદ મહેબુબા મુફ્તીની બે દિકરીઓ છે જે હંમેશા ખબરોથી દૂર રહે છે. મહેબુબાના લગ્ન વર્ષ 1984માં જાવેદ ઈકબાલ સાથે થયા હતા, જે એક બિઝનસ મેન છે. 1987માં બંનેના તલાક થયા હતા અને ત્યાર સુધીમાં તે બંને ઈલ્તિઝા અને ઈર્તિકાના માતા-પિતા બની ચૂક્યા હતા. પશુ અધિકારો માટે લડનારા જાવેદે વર્ષ 2016માં એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, મહેબુબા સાથે તેમના તલાકની કહાણી ઘણી લાંબી છે. જો કે પોતાના તલાક માટે તેમણે મહેબુબાને જ જવાબદાર ઠેરવ્યા હતા. તલાક બાદ મહેબુબાએ જ પોતાની બંને દિકરીઓને ઉછેરી છે. તમને જણાવી દઈએ કે તેમની દિકરીઓએ પોતાનો અભ્યાસ થોડો દિલ્હીમાં, થોડો કાશ્મીર અને બાકીનો વિદેશમાં કર્યો છે.

ઈલ્તિઝા હાઈ કમીશન ઓફિસર

ઈલ્તિઝા હાઈ કમીશન ઓફિસર

ઈલ્તિઝાને ઘરના પ્રેમથી સના કહીને બોલાવે છે. ઈલ્તિઝા લંડન સ્થિત ભારતીય હાઈ કમીશનમાં સીનીયર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે, જો કે હાલ તેઓ કાશ્મીરમાં જ રહી રહી છે. કહેવાય છે કે, તેમણે વિદેશથી ઈન્ટરનેશનલ રિલેશન્સનો અભ્યાસ કર્યો છે. જે સમયે મહેબુબાની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણી પોતાની માતા સાથે જ હતી. ઈલ્તિઝાએ બીબીસી સાથેની વાતમાં જણાવ્યુ હતુ કે, તેમની માતાને તેની આંખોની સામે જ લઈ જવામાં આવી અને એક ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવી હતી. આ ગેસ્ટ હાઉસ 10-15 મિનિટના અંતરે જ છે છતાં તેમને પોતાની માતા સાથે મળતા દેવાયા નહિં. જે સમયે મહેબુબા મુફ્તીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા તે સમયે ઈલ્તિઝાએ આશા દર્શાવી હતી કે તેનાથી ઘાટીની સ્થિતિમાં સુધારો આવશે.

ઈર્તિકા બૉલીવુડ રાઈટર

ઈર્તિકા બૉલીવુડ રાઈટર

જ્યારે તેમની બીજી દિકરી ઈર્તિકા આ સમયે પોતાના કુટુંબથી અલગ રહી બૉલીવુડમાં પોતાના સપનું સાકાર કરવાના પ્રયત્ન કરી રહી છે. ઈર્તિકા મુંબઈમાં પોતાના મામા તસાદુક મુફ્તી સાથે રહે છે. મામા એક સિનેમૈટોગ્રાફર છે અને ઈર્તિકાને પણ હવે બૉલીવુડમાં કરિયર બનાવવું છે.

'ઓમકારા' અને 'કમીને' જેવી ફિલ્મો સાથે જોડાયેલી

'ઓમકારા' અને 'કમીને' જેવી ફિલ્મો સાથે જોડાયેલી

ઈર્તિકા એક રાઈટર છે. ઈર્તિકાનું નામ બૉલીવુડની બે ફિલ્મો કમીને અને ઓમકારા સાથે જોડાયેલું છે. ઈર્તિકાએ અમેરિકાથી સ્ક્રીન રાઈટિંગમાં સ્પેશ્યલાઈઝેશન કર્યુ છે. ઈર્તિકાને એક્ટિંગનો પણ શોખ છે. ઈલ્તિઝાનું માનવું છે કે મા એ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને તે કોઈનાથી ડરતી નથી.

English summary
Find out where the Mehbooba Mufti daughters are now and what they do
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X