‘હેટ સ્પીચ’ મામલે અમિત શાહ અને આઝમ ખાન પર કેસ દાખલ
લખનઉ, 13 એપ્રિલઃ ભડકાઉ ભાષણ આપવાના મામલે ઘેરાયેલા ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી અમિત શાહ અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ભડકાઉ ભાષણ કરવાના મામલે કડક પગલાં ઉઠાવતા શુક્રવારે ભાજપના પ્રદેશ પ્રભારી અમિત શાહ અને રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી આઝમ ખાનની જનસભા, રોડ શો અને અન્ય સમારોહમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. સાથે શાસનને આ બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.

આઝમ ખાને આઠ એપ્રિલે સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર નાહિદ હસનના સમર્થનમાં રેલી સંબોધિત કરતા કહ્યું હતુ કે કારગિલ યુદ્ધ મુસ્લિમ સૈનિકોના કારણે જીત્યા હતા. ખાનના આ નિવેદન બાદ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી અને અન્ય દલોની આકરી નિંદા કરતા કહ્યું હતું કે સપા નેતા ચૂંટણીને સાંપ્રદાયિક રંગ આપી રહ્યાં છે. આ મામલાને લઇને કોંગ્રેસ અને ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી હતી.












Click it and Unblock the Notifications
