મંદિરમાં કોન્ડોમ પ્રોમોટ કરવાવાળી સની લિયોન પર FIR
કોન્ડોમ વિવાદ બોલિવૂડ અભિનેત્રી સની લિયોન પાછળ હાથ ધોઈને પડી ગયો છે. કોન્ડોમને લઈને જ ગયા વર્ષનો મામલો હજુ શાંત પણ થયો ના હતો કે બીજો વિવાદ ઉભો થઇ ગયો. વાત આમ બની છે કે દિલ્હીના આદર્શ નગર પોલીસ ચોકીમાં સની લિયોન વિરુદ્ધ એક ફરિયાદ નોધાઇ છે.
સની લિયોન સાથે ફિલ્મ મસ્તીઝાદે ના કલાકાર વીર દાસ વિરુદ્ધ પણ ફરિયાદ નોધાઇ છે. આ બધા લોકો પર ધાર્મિક ભાવના દુભાવવાનો આરોપ છે. ફરિયાદ છે કે ફિલ્મ દ્વારા હિંદુ લોકોની ધાર્મિક ભાવના દુભાવવામાં આવી છે.

મસ્તીઝાદે ફિલ્મના એક સીનમાં મંદિર ની અંદર કોન્ડોમ ને પ્રોમોટ કરતા બતાવામાં આવ્યા છે. આ સીનને ખુબ જ અશ્લીલ તરીકે રજુ કરવામાં આવ્યો છે જેનાથી લોકોની ભાવના આહત થઇ છે. પોલીસ આ મામલે ફરિયાદ સ્વીકારી લીધી છે અને જલ્દીથી આ મામલાની તપાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
