For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ નિવેદન મામલે નારાયણ રાણે સામે FIR નોંધાઈ, થઈ શકે છે ધરપકડ

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે સામે પૂણેના ચતુર્શ્રિંગી પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે સામે પૂણેના ચતુર્શ્રિંગી પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમની સામે આ કેસ યુવા સેના તરફથી નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે વાંધાજનક નિવેદન આપ્યુ હતુ ત્યારબાદ તેમની સામે આઈપીસીની કલમ 505 હેઠલ કેસ નોંધવામાં આવ્યો છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે નારાયણ રાણેની આ કેસમાં ધરપકડ થઈ શકે છે. પોલિસ કમિશ્નરે નારાયણ રાણેની ધરપકડ માટે ડીસીપી સંજય બારકુંડની આગેવાનમાં ટીમની રચના કરી છે.

narayan rane

નારાયણ રાણે સામે નાસિક સાઈબર પોલિસે નાસિક શિવસેના ચીફની ફરિયાદ પર નારાયણ રાણે સામે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે નિવેદનને લઈને એફઆઈઆર નોંધી છે. તમને જણાવી દઈએ કે નારાયણ રાણે એ વખતે વિવાદોમાં આવ્યા હતા જ્યારે તેમણે ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાનુ નિવેદન આપ્યુ હતુ. જો કે પોલિસ તરફથી હજુ સુધી આ અંગે કંઈ પણ કહેવામાં આવ્યુ નથી.

તમને જણાવી દઈએ કે જન આશીર્વાદ યાત્રા દરમિયાન નારાયણ રાણે કહ્યુ હતુ કે આ શરમજનક છે કે મુખ્યમંત્રીને એ પણ ખબર નથી કે દેશ ક્યારે આઝાદ થયો હતો. તેમને દેશની આઝાદીના વર્ષ ગણવા પડી રહ્યા છે અને સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન તેમણે વર્ષ ગણવા પડ્યા. જો હું ત્યાં હોત તો તેમને એક જોરદાર થપ્પડ મારી દેત.

રાણેએ કહ્યુ કે જ્યારે મુખ્યમંત્રી સ્વતંત્રતાના દિવસે ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમની વચમાં જ પોતાના સહયોગીને પૂછવુ પડ્યુ હતુ કે આઝાદીને કયુ વર્ષ છે. રાણેના આ નિવેદનની ઘણી ટીકા થઈ રહી છે. શિવસેનના તરફથી રાણેના આ નિવેદનને લઈને અલગ-અલગ પોસ્ટર લગાવ્યા છે જેમાં રાણેને મુર્ગીચોર બતાવ્યો છે. વાસ્તવમાં ઘણી દશક પહેલા રાણે ચેમ્બૂરમાં મુર્ગીની દુકાન ચલાવતા હતા.

English summary
FIR against Union Minister Narayan Rane for comment against Uddhav Thackeray might be arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X