આંધ્રમાં GAIL પાઇપલાઇનમાં બ્લાસ્ટ, 15ના મોત

બ્લાસ્ટના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ધટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. આગ પર કાબૂ મેળવવા માટે પુરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે, પરંતુ કહેવામાં આવે છે કે ઘણા લોકો ત્યાં ફસાયેલા છે. ગામમાંથી પસાર થઇ રહેલી પાઇપ લાઇનમાં બ્લાસ્ટ થયો હતો. આસપાસ વસવાટ કરતાં લોકો ત્યાંથી હટી ગયા છે. પાઇપ લાઇનને કાપીને આગ પર કાબૂ મેળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આગ લાગવાથી ઘટનાસ્થળ પર કામ કરી રહેલા 10 લોકોને ઇજા થવા પામી છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આગ કેમ અને કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.












Click it and Unblock the Notifications
