મુંબઈની પારેખ હોસ્પિટલમાં આગ, 22 દર્દીઓને સલામત બહાર ખસેડાયા

મુંબઈના ઘાટકોપર સ્થિત પારેખ હોસ્પિટલમાં આગ લાગતા 22 જેટલા દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડાયા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

મુંબઈ : મુંબઈમાં આગની એક ઘટના સામે આવી છે. મળી રહેલી વિગતો અનુસાર, મુંબઈના ઘાટકોપરમાં સ્થિત પારેખ હોસ્પિટલમાં આ આગ લાગી હતી. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા નાસભાગ થઈ ગઈ હતી અને હોસ્પિટલમાં રહેલા દર્દીઓને અન્ય જગ્યાઓએ ખસેડવા પડ્યા હતા.

 Ghatkopar

આગની ઘટનાને લઈને હોસ્પિટલમાં રહેલા 22 જેટલા દર્દીઓને અન્ય જગ્યાઓએ ખસેડાયા હતા. સામે આવી રહેલી વિગતો અનુસાર, આગ એક પિઝ્ઝા રેસ્ટોરન્ટમાં વીજળીને કારણે લાગી હતી. જે બાદ આગને કારણે હોસ્પિટલ ખાલી કરાવવી પડી હતી. હાલ હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય જગ્યાઓએ ખસેડાયા છે અને કોઈપણ જાનહાનિના સમાચાર નથી.

આ મુદ્દે વાત કરતા મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યુ કે,ફાયરની આઠ ગાડીઓને કામે લગાડવામાં આવી હતી. આગ બપોરે 2 વાગ્યા આસપાસ શરૂ થઈ હતી. પારેખ હોસ્પિટલના માલિક ડો.નરેન્દ્ર દેઢિયાએ જણાવ્યું કે, હોસ્પિટલમાંથી દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા. કારણ કે હોસ્પિટલ ધુમાડાથી ભરાઈ ગઈ હતી. અહીં તમને જણાવી દઈએ કે, હોસ્પિટલમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ ભુતકાળમાં સામે આવી ચુકી છે. થોડી બેદરકારીને કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X