લુધિયાણામાં કાપડની મિલમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી
લુધિયાણામાં કાપડની મિલમાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી
નવી દિલ્હીઃ પંજાબના લુધિયાણામાં રવિવારે બપોરે એક મિલમાં ભીષણ આગ ફાટી નીકળી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ મચી ગયો છે. ઘટના સ્થળે 10 ગાડી પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. હાલ ઘટનામાં કોઈપણ જાનહાની થઈ હોવાના અહેવાલ મળ્યા નથી. કયા કારણસર આગ લાગી તે પણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.

લુધિયાણાના ફાયર ઑફિસર શ્રૃષ્ટિનાથ મુજબ બપોરે 12.35 વાગ્યે તેમને ટી. વુલન મિલમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ ઓલવવાનું કામ શરૂ કર્યું છે. આગ એટલી ભયાનક હતી કે 10 ફાયર બ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે બોલાવવી પડી. ફાયર ઑફિસર શ્રૃષ્ટિનાથ મુજબ તમામ ગાડીઓ આગ ઓલવવા માટે 2-3 ચક્કર લગાવી ચૂકી છે. જલદી જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે.
Punjab: Fire breaks out at RT Woollen Mills in Ludhiana; 10 fire tenders present at the spot pic.twitter.com/x0GI9u926B
— ANI (@ANI) May 24, 2020
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
