For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈઃ MTNL બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી, 100થી વધુ લોકો ફસાયા

મુંબઈઃ MTNL બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી, 100થી વધુ લોકો ફસાયા

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મુંબઈના બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં આવેલ એમટીએનએલની બિલ્ડિંગમાં સોમવારે બપોરે અચાનક આગ લાગી ગઈ. આગની સૂચના પર ફાયર ફાયટરની 14 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી છે. નવ માળની આ બિલ્ડિંગના ત્રીજા અને ચોથા ફ્લોર પર આગ ફાટી નીકળી. કેટલાક કર્મચરીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે પરંતુ હજુ પણ બિલ્ડિંગમાં 100 જેટલા લોકો ફસાયા હોવાની વાત કહેવામાં આવી રહી છે. ઘણા લોકો ઈમારતની છત પર ચઢી ગયા છે.

fire

ફાયર બ્રિગેડ વિભાગ મુજબ આ લેવલ ફોરની આગ છે.હાલ કોઈપણ પ્રકારના જાનમાલની નુકસાનની સૂચના નથી. શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની વાત સામે આવી છે. ફાયર ફાયટર વિભાગની ટીમ આગને ઓલવવા અને ફસાયેલ લોકોને બહાર કાઢવાની કોશિશ કરી રહી છે. પ્રશાસનના લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઘટના તરફથી વધુ જાણકારીનો હજુ ઈંતેજાર છે.

આ પણ વાંચો- શ્રીહરિકોટાથી લૉન્ચ થયું ઈસરોનું ચંદ્રયાન-2, 48 દિવસે ચાંદ પર થશે લેન્ડિંગ

English summary
fire breaks out in mntl building, 100 people stucked in it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X