• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Live: શ્રીહરિકોટાથી લૉન્ચ થયું ઈસરોનું ચંદ્રયાન-2, 48 દિવસે ચાંદ પર થશે લેન્ડિંગ

|

ચેન્નઈઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ પોતાના બીજા ચંદ્ર અભિયાન (ચંદ્રયાન-2) માટે ફરી કમર કસી લીધી છે. સોમવરે બપોરે 2.43 મિનિટ પર ઈસરોનું બાહુબલી રોકેટ ચંદ્રયાન-2ને લઈ ઉડાણ ભરશે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી થનાર આ લૉન્ચિંગ માટે રવિવારે સાંજે 6 વાગીને 43 મિનિટ પર કાઉન્ટડાઉન શરૂ કરી દેવાામં આવ્યુ છે. અગાઉ આ પ્રક્ષેપણ 15 જુલાઈની સવાર 2.51 વાગ્યે પ્રસ્તાવિત હતું. જો કે પ્રક્ષેપણથી કલાક પહેલા રોકેટમાં ગડબડી જણાઈ હોવાના કારણે અભિયાનને રોકવું પડ્યું હતું. ચંદ્રયાન-2ને પૃથ્વીની કક્ષામાં પહોંચવાની જવાબદારી ઈસરોએ પોતાા સૌથી શક્તિશાળી રૉકેટ જિયોસિંક્રોનસ સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ- માર્ક-3 (GSSLV-MK-3)ને આપી છે. આ રોકેટને સ્થાનિક મીડિયાએ બાહુબલી નામ આપ્યું છે. 640 ટન વજની રોકેટની લાગત 375 કરોડ રૂપિયા છે. અહીં મેળવો ચંદ્રયાન-2 અભિયાન વિશેની પળેપળની માહિતી..

chandrayan 2

કર્ણાટક સંકટઃ કુમારસ્વામીના સમર્થનમાં આવ્યા માયાવતી, ગઠબંધનને મત આપવા કહ્યુ

Newest First Oldest First
4:59 PM, 22 Jul
ભારતને આ સફળતા માટે દેશ-વિદેશથી શુભકામનાઓ મળવી શરૂ થઈ ગઈ છે.
4:59 PM, 22 Jul
અમિત શાહે ટ્વીટ કર્યું, ચંદ્રયાન-2ના સફળ પ્રક્ષેપણ અને અંતરિક્ષ પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં વધુ એક બેંચમાર્ક સ્થાપિત કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા.
4:58 PM, 22 Jul
ગૃહ મંત્રી અમિત શાહે પણ ચંદ્રયાન-2ના સફળ પ્રક્ષેપણ માટે ઈસરોને શુભેચ્છા પાઠવી.
4:57 PM, 22 Jul
રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ ચંદ્રયાન-2ના સફળ પ્રક્ષેપણ પર શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કર્યું, ચંદ્રયાન-2ના સફળ લૉન્ચે ભારતના અંતરિક્ષના ઈતિહાસમાં એક નવું પાનું જોડ્યું છે. ઈસરોની ટીમ અને આપણા વૈજ્ઞાનિકો પર આખા દેશને ગર્વ છે.
4:56 PM, 22 Jul
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ ચંદ્રયાન-2ના સફળ પ્રક્ષેપણને ઐતિહાસિક યાત્રા ગણાવી.
4:56 PM, 22 Jul
ચંદ્રયાન-2ના સફળ પ્રક્ષેપણ પર લોકસભા અને રાજ્યસભામાં પણ ઈસરોએ શુભેચ્છા પાઠવી.
4:55 PM, 22 Jul
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કર્યું, 'શ્રીહરિકોટાથી ચન્દ્રયાન-2નું ઐતિહાસિક પ્રક્ષેપણ દરેક ભારતીય માટે એક ગર્વની પળ છે. ભારતના સ્વદેશી અંતરિક્ષ કાર્યક્રમને આગળ વધારવા માટે ઈસરોના તમામ વૈજ્ઞાનિકો અને એન્જીનિયરોને શુભકામના. મારી પ્રાર્થના છે કે ટેક્નોલોજીના નવા ક્ષેત્રોમાં ઈસરો ત્રણ નવી ઉંચાઈઓ સુધી પહોંચે.'
4:53 PM, 22 Jul
ચંદ્રયાન-2ના લૉન્ચિંગ પર બોલ્યા પીએમ મોદી- આ ગર્વની વાત છે.
4:17 PM, 22 Jul
અંતરિક્ષની દુનિયામાં આજે ફરી ઈતિહાસ રચાયો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ISROએ સોમવારે બપોરે 2.43 વાગ્યે ચંદ્રયાન-2 લૉન્ચ કર્યું. શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં જ્યારે 2.43 મિનિટ પર ચંદ્રયાન-2 લૉન્ચ થયું તો આખા દેશના ધબકારા માનો થમી ગયા હતા. કેમ કે લૉન્ચિંગની તોડી મિનિટ અતિ મહત્વની હોય છે. માટે ન માત્ર સ્પેસ સેન્ટરમાં બેઠેલા વૈજ્ઞાનિકો બલકે ટીવી પર જોઈ રહેલ સામાન્ય નાગરિકોના પણ ધબકારામાં વધારો થયો હતો.
3:27 PM, 22 Jul
ચંદ્રયન 2 સાત સપ્ટેમ્બરે ચાંદ પર સૉફ્ટ લેન્ડિંગ કરશે.
2:52 PM, 22 Jul
લૉન્ચ થયું ચંદ્રયાન-2, અમેરિકા, ચીન અને રશિયા બાદ ચાંદ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત ચોથો દેશ બનશે.
2:40 PM, 22 Jul
ચંદ્રથી ધરતીની દૂરી 3,84,000 કિમીની છે અને ચંદ્રયાનનું વિક્રમ લેન્ડર મિશનના 48મા દિવસે ચાંદ પર લેન્ડ થશે.
8:13 AM, 22 Jul
ઑર્બિટરે 10 મહિના સુધી ચંદ્રના ચક્કર લગાવ્યા હતા. ચાંદ પર પાણી હોવાનો પતો લગાવવાનો શ્રેય ભારતના આ અભિયાનને જ જાય છે.
8:13 AM, 22 Jul
2008માં ભારતે ચંદ્રયાન-1 લૉન્ચ કર્યું હતું. આ એક ઑર્બિટર અભિયાન હતું.
8:13 AM, 22 Jul
અત્યાર સુધી વિશ્વના માત્ર ત્રણ દેશ અમેરિકા, રશિયા અને ચીને ચંદ્ર પર પોતાના યાન ઉતાર્યાં છે.
8:13 AM, 22 Jul
અલગ-અલગ તબક્કામાં સફર પૂરી કરતા ચંદ્રયાન 2 સાત સપ્ટેમ્બરે ચંદ્રની દક્ષિણી ધ્રુવની નિર્ધારિત જગ્યાએ ઉતરશે.
8:13 AM, 22 Jul
3.8 ટક વજનવાળા ચંદ્રયાન-2ને લઈ GSLV-MK-3 રોકેટ ઉડાણ ભરશે. ચંદ્રયાન-2નો કુલ ખર્ચો 603 કરોડ રૂપિયા છે.

English summary
chandrayaan-2 will be launched today, countdown started
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X