Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુપી: ઉન્નાવમાં ચિપ્સ બનાવતી ફેક્ટરીમાં ભયંકર આગ

ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં રવિવારે સવારે એક ભયંકર દુર્ઘટના થઇ. અહીં એક ચિપ્સ બનાવતી ફેક્ટરીમાં ભયંકર આગ લાગી ગઈ.

ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં રવિવારે સવારે એક ભયંકર દુર્ઘટના થઇ. અહીં એક ચિપ્સ બનાવતી ફેક્ટરીમાં ભયંકર આગ લાગી ગઈ. આગ લાગવાની સૂચના પર પહોંચેલી પોલીસ અને ફાયરબ્રિગેડ ટીમ ઘ્વારા 400 કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલમાં આગ પર કાબુ મેળવવા માટે ઘણી ફાયરબ્રિગેડ ગાડીઓ પહોંચી ચુકી છે.

fire

મળતી જાણકારી અનુસાર ઉન્નાવ ચોકીના અક્રમપુરમાં એગ્રો ટેક ફેક્ટરીમાં ચિપ્સ પાપડ બનાવવાનું અને પેકીંગ કરવાનું કામ થાય છે. આપને જણાવી દઈએ કે ટીન શેડ નીચે સંચાલિત ફેક્ટરીમાં પેકીંગ માટે કમર્શિયલ ગેસ સિલિન્ડર ભારે માત્રામાં રાખ્યા હતા. રવિવારની સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ અચાનક ફેક્ટરીમાં આગ લાગી ગઈ. ફેક્ટરીમાં કામ કરતા મજૂરો ચીસો પાડીને ફેક્ટરીની બહાર ભાગ્યા. પળવારમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને માલ લોડિંગ કરી રહેલા ટ્રકને ઝપટમાં લઇ લીધું.

fire

આ દરમિયાન સૂચના પર પહોંચેલી પોલીસ અને ફાયરબિગેડ ગાડીઓ આગ ઓલવવામાં લાગી ગઈ. આપને જણાવી દઈએ કે આગનું ભયંકર રૂપ જોઈને કાનપુરથી પણ ગાડીઓ મંગાવવામાં આવી પરંતુ તે સમયસર પહોંચી નહીં અને આગ વધતી ગઈ. આગનું ભયંકર રૂપ જોઈને આસપાસમાં રહેતા લોકો પણ ગભરાઈ ગયા. લોકોનું માનીયે તો ફેક્ટરીનું બોઇલર ફાટવાને કારણે મોટી દુર્ઘટના થઇ છે. ફાયરબિગેડ ટીમ ઘ્વારા ઘણા કલાકોની મહેનત પણ આગ પર કાબુ મેળવી શક્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X