ગ્રેટર કૈલાશ નર્સિંગ હોમમાં લાગી આગ, બે મહિલાના મોત
અત્યાર સુધીની માહિતી મુજબ, દિલ્હી ફાયર સર્વિસને સવારે 5.14 કલાકે ગ્રેટર કૈલાશ II, ઇ બ્લોક સ્થિત સિનિયર સિટિઝન કેર હોમમાં આગ લાગવાનો કોલ આવ્યો હતો.
દેશની રાજધાની દિલ્હીમાં ગ્રેટર કૈલાશ 2ના ઇ બ્લોકમાં સ્થિત સિનિયર સિટિઝન કેર હોમમાં ભીષણ આગ લાગી હતી. સિનિયર સિટિઝન કેર હોમમાં આગ લાગવાની જાણકારી ફાયર વિભાગને આપી હતી. જે બાદ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં બે મહિલાના મોત થયા છે. આ સાથે 13 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

અત્યાર સુધીની માહિતી મુજબ, દિલ્હી ફાયર સર્વિસને સવારે 5.14 કલાકે ગ્રેટર કૈલાશ II, ઇ બ્લોક સ્થિત સિનિયર સિટિઝન કેર હોમમાં આગ લાગવાનો કોલ આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટના અંગે માહિતી આપતા દક્ષિણ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ચંદન ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે.
ચંદન ચૌધરીએ જણાવ્યું હતું કે, 13 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમાંથી એકની હાલત ગંભીર છે, જેને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બચાવી લેવામાં આવેલા લોકોમાં વરિષ્ઠ નાગરિકો અને તેમના પરિચારકોનો પણ સમાવેશ થાય છે.
ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓ આગનું કારણ, આગ કેવી રીતે લાગી તેની તપાસ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, આગમાં મૃત્યુ પામેલી બે મહિલાઓની ઉંમર 92 અને 82 વર્ષની હોવાનું કહેવાય છે.












Click it and Unblock the Notifications
