કોઇમ્બતુરમાં આગ, ચાર લોકોના મોત

આગ ઓલવવા માટે દસથી બાર ફાયર બ્રિગેડની ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાંથી કેટલીક ગાડીઓ ભૂમિ દળો અને નૌસેનાની ગાડીઓ હતી. દોઢ કલાકથી વધુ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જિલ્લા અધિકારી એમ કરૂણાનિધીએ કહ્યું હતું કે ફાયરબ્રિગેડ અને સ્થાનિક લોકોએ ઝડપથી બચાવ કાર્ય શરૂ કરી બધા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બીજા માળેથી છલાંગ મારતાં બે મહિલાઓને ઇજા પહોંચી હતી. તો પાણીની પાઇપો પગમાં ફસાઇ જતાં બે ફાયર બ્રિગેડના કર્મીને પણ ઇજા પહોંચી છે. આ પરિસરમાં આઠ કાર્યાલય છે જેમાં 300 લોકો કામ કરે છે.












Click it and Unblock the Notifications
