મુંબઇ: ફિલ્મ સિટી નજીક ભીષણ આગ

તાજા સમાચારો મુજબ આગ ફિલ્મ સિટીના ગેટ નંબર 2 સુધી પહોંચી ગઇ છે. ફિલ્મ સિટીમાં ફિલ્મો અને ટીવી સીરિયલોનું શુટિંગ થાય છે. દિવસ-રાત મોટા કલાકારો શુટિંગ કરે છે. જો કે હજુ સુધી આગના કારણે ફિલ્મ સિટીમાં કોઇ નુકસાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા નથી.
રાતનો સમય હોવાથી તે આ આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગના જવાનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વન વિભાગની લગભગ અલગ-અલગ 10 ટીમો આગ પર કાબૂ મેળવવા માટે આખી રાત પ્રયત્નો કરતી જોવા મળી હતી. ફાયર વિભાગ અને વન વિભાગના જણાવ્યા અનુસાર આગ ઓલવવામાં સમય લાગશે. હજુ સ્પષ્ટ થઇ શક્યું નથી કે જંગલમાં આગ કેવી રીતે લાગી.












Click it and Unblock the Notifications
