કમલા મિલ્સ અગ્નિકાંડનો ખુલાસો, આ કારણે લાગી હતી આગ

Written By:
Subscribe to Oneindia News

મુંબઇની લોઅર પરેલમાં સ્થિત કમલા મિલ કંપાઉન્ડમાં 29 ડિસેમ્બરે લાગેલી આગની પાછળનું કારણ હવે સામે આવ્યું છે. તપાસ કમિટી મુજબ મોજો બિસ્ટ્રો નામના પબમાં જ સૌ પ્રથમ આગ લાગી હતી. જે આગ ફેલાઇને વન અબવ સુધી ફેલાઇ હતી. આ વાત ફાયર બ્રિગ્રેડના એક રિપોર્ટમાં જાણવા મળી છે. રિપોર્ટ મુજબ મોજો બિસ્ત્રોમાં હુક્કાના કારણે આગ લાગી હતી. અહીં અવૈદ્ય રીતે હુક્કાબાર ચાલી રહ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યું કે બળતા કૌલસાને હટાવા જતી વખતે કે પછી તેની આગને વધારવા માટે પંખા કરતી વખતે આગ કોઇ સજાવટના સામન કે પડદાને લાગી ગઇ હતી. તપાસ દરમિયાન પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે હુક્કાને સર્વ કરવાની તૈયારી ચાલી રહી હતી. જે પછી આગ લાગી હતી તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ હોટલમાં દારૂ કે હુક્કા આપવાની છૂટ નહતી આપવામાં આવી. જે પછી અહીં અવૈદ્ય રીતે હુક્કાબાર ચલાવવામાં આવી રહ્યો હતો. ફાયર બ્રિગ્રેડની રિપોર્ટમાં પણ જણાવ્યું હતું કે બહાર નીકળવાના ગેટની પાસે પણ સામાન ભરવામાં આવ્યો હતો.

Mumbai

જેના કારણે લોકો લિફ્ટના ભરોસે બચીને બહાર આવી શકતા હતા. વધુમાં લિફ્ટ પણ આગના કારણે બગડતા લોકો અટવાઇ પડ્યા હતા. વળી રેસ્ટોરન્ટમાં ખાવા બનાવવા માટે જે આગ માટે જે પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવતો હતો તે પણ અવૈદ્ય હતો. સાથે જ અગ્નિશામક યંત્ર પણ બેકાર થઇ ગયા હતા. વળી આગના કારણે મોઝો બિસ્ત્રોના કસ્ટમર જીવ બચાવવા વન અબવમાં ધૂસી ગયા જેના કારણે ગંગુણામણ વધી ગઇ અને લોકો પણ ભરાઇ પડ્યા. પોલીસ તપાસમાં તે પણ બહાર આવ્યું છે કે કમલા મિલ્સ કમ્પાઉન્ડની છત પર ચાલી રહેલા રેસ્ટો ઓપન પબ એમસીડીની પરવાનગી વગર ચલાવવામાં આવી રહ્યું હતું. આ સિવાય ટોયલેટમાં 14 લોકોની મોત થઇ હતી. જે પણ અવૈદ્ય રીતે બનાવ્યું હતું. નોંધનીય છે કે લોરલ પરેલ એક ગુજરાતી વિસ્તાર છે. અને આ ઘટનામાં ધણા ગુજરાતી પરિવારોએ તેમના દિકરા- દિકરી કુમળી વયે ગુમાવ્યા છે. ત્યારે તંત્રની બેદરકારી અને એક આકસ્મિત કારણોથી લાગેલી આગે 14 જીંદગીઓને હંમેશા માટે ચૂપ કરી દીધી છે.

English summary
fire started from a hookah at Mojos Bistro and then spread to 1Above in Kamala Mills.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.