ફટાકડાની ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, પાંચ લોકોના મોત
બિહારના છપરામાં રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. સતત વિસ્ફોટો બાદ એક ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
પટના, 24 જુલાઇ : બિહારના છપરામાં રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. સતત વિસ્ફોટો બાદ એક ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે છપરાના ખોડાઈબાગ ગામમાં એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી, ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થવા લાગ્યા હતા. આ અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
ब्रेकिंग- छपरा के खोदाईबाग गांव में पटाखा फ़ैक्ट्री में लगी आग, ज़ोरदार विस्फोट के बीच कुछ लोगों के हताहत होने की आशंका. pic.twitter.com/xzxbc5JAmu
— Utkarsh Singh (@UtkarshSingh_) July 24, 2022
મળતી માહિતી મુજબ જે ઘરમાં બ્લાસ્ટ થયો હતો ત્યાં ફટાકડા બનાવવાનું કામ કરવામાં આવતું હતું. ઘરમાં બ્લાસ્ટ થયા બાદ આખું ઘર ઉડી ગયું હતું. અને બાકીના ભાગમાં ભયંકર આગ ફાટી નીકળી હતી.












Click it and Unblock the Notifications
