For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અગ્નીવીરોને 4 લાખનું પેકેજ અને તેના સિવાયના આ લાભો પણ મળશે!

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા 14 જૂનના રોજ અગ્નીપથ યોજના લોંચ કરી હતી . જેમાં દેશના યુવાનોને 4 વર્ષ માટે દેશની સૈનામાં કામ કરવાની તક આપવામાં આવશે.

By Desk
|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા 14 જૂનના રોજ અગ્નીપથ યોજના લોંચ કરી હતી . જેમાં દેશના યુવાનોને 4 વર્ષ માટે દેશની સૈનામાં કામ કરવાની તક આપવામાં આવશે. યુવાનોને 4 વર્ષના અંતે સેવા નિધિ પકેજમાં 11 લાખ રૂપિયા નું પેકેજ ચૂકવામાં આવશે. આ ઉપરાંત આરક્ષક માસિક પકેજની સાથે સાથે જોખમો અને હાડમારી ભથ્થાઓ પણ ત્રણેય સેવાઓ માટે લાગુ કરવામા આવ્યા છે. આ વર્ષે અંદાજે 46 હજાર અગ્નિવીર જવાનોની ભરતી કરવામાં આવશે.

rajnath singh

કેન્દ્રીય મત્રીમંડળએ સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી માટે એક પરિવર્તનકારી સુધારા રૂપી અગ્નીપથ યોજનાને મંજૂરી આપી હતી. ત્રણેય સશ્સ્ત્ર સેવાઓની એચઆર નીતિમાં નવા યુગની શરૂઆત કરવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક મુખ્ય સરક્ષણ નીતિ સુધારણા છે. આ પોલિસી તાત્કાલિક અસરથી આવશે. તે હવે પછી ત્રણેય સેવાઓ માટે નોધણી અને સંચાલિત કરાશે.

અગ્નીપથ યોજના હેઠળ અગ્નિવીરોની નોધણી ચાર વર્ષની મુદ્દત માટે સંબંધિત સેવા અધિનિયમો હેઠળ દળોમાં કરવામાં આવશે. તે માટે સશસ્ત્ર દળોમાં એક અલગ રેન્ક બનાવામાં આવશે. જે હાલની અન્ય કોઇ પણ રેન્કથી અલગ રહેશે. અગ્નિવીરોને સશ્સ્ત્ર દળો દ્વારા સમયાંતરે જાહેર કરવાામાં આવતી સંગઠનાત્મક જરૂરિયાતો અને નીતિઓના આધારે ચાર વર્ષીય સેવા પૂરી થયા પછી સશસ્ત્ર દળોમાં કાયમી નોધણી માટે અરજી કરવાની તક આપવામાં આવશે. આ અરજીઓને તેમના ચાર વર્ષની મુદતના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી કામગીરી સહિત ઉદેશ્ય માપદંડોના આધારે કેન્દ્રીય રીતે ધ્યાનમાં લેવામાં આવશે. અગ્નીવીરોની પ્રત્યેક બેચમાથી 25 ટકા સંખ્યા સુધીના ઉમેદવારોને સશસ્ત્ર દળોની નિયમિત કેડરમાં નોધણી કરવામાં આવશે. વિગતવાર માર્ગદર્શિકા અલગથી બાહાર પડવામાં આવશે.

ત્રણય સેવાઓ માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ અને રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત ફેમવર્ક જેવી માન્યતા પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓમાથી વિશિષ્ટ મેળા અને કેમપસ ઇન્ટરવ્યુની મદદથી ઓનલાઇન કેન્દ્રીયકુૃત સિસ્ટમ દ્વારા નોધણીની કામગીરી કરવામા આવશે. આ નોંધણી ઓલ ઇન્ડીયા ઓલ ક્લાસ તમામ વર્ગના આધારે હાથ ધરવામાં આવશે. અગ્નીવીર સશસ્ત્ર દળોમાં કેટેગરીઝ ટ્રેન્ડને લાગુ પડે છે. તે અનુસાર નોધણી માટે નિર્ધારિત તબીબી પાત્રતાની શરતોને પૂર્ણ કરવી પડશે. અગ્નીવીરો માટેની શૈક્ષણીક લાયકાત વિવિધ કેટેગરીમાં નોધણી માટે પ્રવર્તમાન હોય તે મુજબ જનરલ ડ્યુટી માટે 10 પાસ છે.

English summary
Firefighters will get a package of Rs 4 lakh and other benefits too!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X