મધ્યપ્રદેશમાં બે ખેડૂતોની મોત પર હાર્દિક પટેલે કહ્યું આ...

Posted By:
Subscribe to Oneindia News

મહારાષ્ટ્ર પછી મધ્ય પ્રદેશમાં પણ અલગ અલગ જગ્યાએ ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવવા માટે આંદોલન કરી રહ્યા છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં પણ ખેડૂતોએ આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો પણ સ્થિતિ કાબુની બહાર જતા પોલીસે ખેડૂતો પર ફાયરિંગ કર્યું હતું. પોલીસના તરફથી કરવામાં આવેલી આ કાર્યવાહીમાં બે ખેડૂતોનું મોત થયું છે. આ સિવાય 4 ખેડૂતો ઇજાગ્રસ્ત થયા છે તેવી જાણકારી પણ મળી છે. ઉલ્લેખનીય છે કે આ તમામની વચ્ચે મધ્યપ્રદેશના ગૃહમંત્રીનું નિવેદન પણ આવ્યું છે કે તેમણે કોઇ ફાયરિંગના આદેશ નથી આપ્યા અને આ ફાયરિંગ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ તેમણે એ પણ સ્પષ્ટતા આપી કે ઇન્ટરનેટ પર કોઇ કર્ફ્યૂ કે બંધ નથી લગાવવામાં આવ્યો.

farmer

નોંધનીય છે કે અનેક રાજ્યના ખેડૂત 1 જૂનથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ ન મળવા કારણે દેવું માફી કરવાની માંગણી સાથે ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે. તો રાષ્ટ્રીય ખેડૂત સંધે મુખ્યમંત્રી શિવરાજ સિંહ પર આરોપ લગાવ્યો છે કે તેમણે આમ કરીને ખેડૂતોને દગો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપ સરકાર દ્વારા ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવાની વાત કહેવામાં આવી હતી. તો સામે પક્ષે ગુજરાતમાં પણ પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વિટર પર મધ્યપ્રદેશના ખેડૂતોના મોતને અયોગ્ય ઠેરવીને તેની નિંદા કરી છે.

English summary
After firing on farmers in Mandsaur of Madhya Pradesh read here what Hardik patel says about it.
Please Wait while comments are loading...