CoronaVirusને લઈ દેશભરના એરપોર્ટ પર હાઈ અલર્ટ, ચીનથી આવતા યાત્રીઓ પર ખાસ નજર

CoronaVirusને લઈ દેશભરના એરપોર્ટ પર હાઈ અલર્ટ, ચીનથી આવતા યાત્રીઓ પર ખાસ નજર

નવી દિલ્હીઃ ભારતે દેશના તમામ એરપોર્ટ હાઈ અલર્ટ કરી દીધા છે. CoronaVirusને લઈ એરપોર્ટને ખાસ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. ચીનમાં ફેલાઈ રહેલ આ ખતરનાક કોરોનાવાયરસને લઈ ભારતે પણ અલર્ટ જાહેર કર્યું છે અને એરપોર્ટ પર ચીનથી આવતા યાત્રીઓને તપાસ કરવાના આદેશ આપ્યા છે. જણાવી દઈએ કે અમેરિકામાં પણ કોરોનાવાયરસનો પહેલો મામલો નોંધાય ગયો છે.

coronavirus

આ વાયરસના અટેકથી ભારતને બચાવવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી દેશના સાત મોટા એરપોર્ટ્સ પર સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ અને કોચીન એરપોર્ટ્સ પર ચીનથી આવતા યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ રહસ્યમયી બીમારીને ભારતમાં ફેલાવવાથી રોકવા માટે ભારતે હાઈ અલર્ટ જાહેર કરી દીધું છે.

ચીન ઉપરાંત હોંગકોંગથી ભારત આવતા યાત્રીઓનું પણ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરપોર્ટ્સને ચીનથી આવતા યાત્રીઓની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલય અને National Centre for Disease Control તરફથી આ કોરોનાવાયરસની જાણકારી આપવામાં આવી.

જ્યારે ચીનમાં આ રહસ્યમયી બીમારીથી અત્યાર સુધી 4 લોકોના મોત થઈ ગયાં છે. ચીનમાં 200થી વધુ કોરોનાવાયરસના મામલા સામે આવી ચૂક્યા છે. આ વાયરસની લપેટમાં ચીન ઉપરાંત જાપાન, થાઈલેન્ડ અને દક્ષિણ કોરિયા આવી ગયું છે. જ્યારે અમેરિકામાં પણ કોરાનાવાયરસનો પહેલો કેસ નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X