For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM પદ માટે લોકોની પહેલી પસંદ નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 મે : લોકસભા ચૂંટણી 2014માં યોજાવાને બદલે અત્યારે યોજાઇ જાય તો કોંગ્રેસના મુકાબલે ભાજપને સુપરહિટ ફાયદો થાય તેમ છે. આ માટેના કારણોમાં મોંઘવારી, ભ્રષ્‍ટાચાર અને સુસ્‍ત અર્થવ્‍યવસ્‍થાથી પેદા થયેલી સત્તા વિરોધી લહેર (એન્‍ટીઇન્‍કમબન્‍સી) છે જયારે બીજું કારણ મોદીની વધતી લોકપ્રિયતા છે. હિન્‍દુસ્‍તાન ટાઇમ્‍સ અને જીએફકેના સર્વેમાં આ વાત સામે આવી છે.

આજે સમાજનો યુવા અને મધ્‍યમવર્ગ ભાજપની સાથે નજરે આવે છે જયારે ગરીબ લોકો કોંગ્રેસને જ પસંદ કરે છે. સર્વેમાં મોટાભાગના લોકોએ માન્‍યુ છે કે, મોદી આગામી ચૂંટણીમાં ભાજપનો ચહેરો બનશે. સર્વે અનુસાર જયાં ભાજપની સરકાર છે ત્‍યાં તેને વધુ બેઠકો મળવાનું નક્કી છે. યુપીમાં ભાજપ પહેલા કરતા સારો દેખાવ કરશે તો મધ્‍યપ્રદેશ, ગુજરાત અને રાજસ્‍થાનમાં ભાજપની બેઠક વધી શકે છે. કોંગ્રેસ વિરોધી પક્ષો પણ ભાજપને સાથ આપી શકે છે.

આઝાદી પછી યુપીએની એવી પહેલી સરકાર છે જેણે 9 વર્ષનો લાંબો કાર્યકાળ પસાર કર્યો પરંતુ આ દરમિયાન અનેક મોટા કૌભાંડો સામે આવ્‍યા જેનાથી યુપીએની આબરૂ ઘટી છે. દેશની વસ્‍તીના 65 ટકા યુવાવર્ગ છે અને 35 વર્ષથી ઓછી ઉંમરના છે અને તેઓનો એક મોટો હિસ્‍સો સોશ્‍યલ મીડીયા સાથે જોડાયેલો છે જે સરકારની દરેક બાબત ઉપર નજર રાખે છે.

સર્વેમાં ભાવિ વડાપ્રધાનની દોડમાં ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી સૌથી આગળ છે. તેમને 38 ટકા લોકોએ પસંદ કર્યા છે. જયારે રાહુલ ગાંધીને 23 ટકા મળ્યા છે. સર્વેમાં 48 ટકા જેટલો મોંઘવારીનો મુદ્દો આગળ છે તે પછી 17 ટકા ભ્રષ્‍ટાચાર, 10 ટકા પેટ્રોલીયમ પદાર્થ, 5 ટકા રોજગારી, 5 ટકા કાયદો વ્‍યવસ્‍થા અને 3 ટકા આર્થિક મંદી મુખ્‍ય મુદ્દા છે. આ સર્વે 8 મેટ્રો શહેરો, 12 મધ્‍યમ, 12 નાના અને 40 ગામડાઓમાં કરવામાં આવ્‍યો અને 10,381 લોકોના મત પુછાયા હતા. આવો જાણીએ પીએમ પદની રેસમાં લોકોની નજરે કયા નેતાનો નંબર કેટલો છે...

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

નરેન્દ્ર મોદી - 38 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

રાહુલ ગાંધી - 23 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

મનમોહન સિંહ - 14 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

એલ કે અડવાણી - 6 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

સોનિયા ગાંધી - 5 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

નીતિશ કુમાર - 3 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

ત્રીજો મોરચો બને તો નીતિશ કુમાર - 21 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

ત્રીજો મોરચો બને તો મમતા બેનરજી - 14 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

ત્રીજો મોરચો બને તો લાલુપ્રસાદ યાદવ - 13 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

ત્રીજો મોરચો બને તો માયાવતી - 11 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

ત્રીજો મોરચો બને તો જયલલિથા - 11 ટકા

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

PM પદ માટે લોકોની પહેલી પસંદમાં કયા નેતાની લોકપ્રિયતા કેટલી?

ત્રીજો મોરચો બને તો મુલાયમ સિંહ - 7 ટકા

English summary
First choice of people for PM post is Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X