• search

First Day: મોદીએ કાળા નાણાં મુદ્દે SIT રચવાની કરી જાહેરાત

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  નવી દિલ્હી, 28 મે: ભારતના વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ બાદ મંગળવારે પોતાનો પદભાર સંભાળી લીધો છે. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની પદવી પ્રાપ્ત કરવાની સાથે જ એક્શનનો મૂડ બનાવી લીધો છે. નરેન્દ્ર મોદીનો પહેલો દિવસ બેઠકો અને મુલાકાતોમાં વ્યસ્ત રહ્યો તમામ વ્યવસ્તતાઓ છતાં નરેન્દ્ર મોદીએ પોતાના દિવસે જ ઇતિહાસ રચી દિધો.

  પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી નવાજ શરીફ સહિત સાર્કના સાત સભ્યો દેશોના પ્રમુખો સાથે 'સારો અને સાર્થક' મુલાકાત કરવાથી માંડીને વિદેશોમાં જમા કાલાનાણાંની તપાસ માટે એસઆઇટી ગઠિત કરવાની જાહેરાત કરી. આ ઉપરાંત મંગળવારે નવ ગઠિત મંત્રિમંડળની પ્રથમ બેઠક પણ થઇ.

  ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતાએ સવારે 8 વાગે સાઉથ બ્લોકમાં દેશના વડાપ્રધાનમંત્રીનો પદભાર ગ્રહણ કર્યો અને ત્યાંથી જલદી જ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઇને મળવા હૈદ્વાબાદ હાઉસ જતા રહ્યાં. સવારે 9.30 વાગે થરૂ 30 મિનિટની મુલાકાતમાં બંને પક્ષોએ 'સમુદ્ધ અને સંપ્રભુ' અફઘાનિસ્તાનના નિર્માણમાં ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. 10 થી 12 વાગે બપોરે નરેન્દ્ર મોદીએ બાકી પડોશી દેશોના પ્રમુખો સાથે મુલાકાતો કરી. આ બધા પડોશી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ પર આવ્યા હતા.

  modi-face

  નરેન્દ્ર મોદીએ જે હસ્તીઓ સાથે મુલાકાત કરી તેમાં માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલા અમીન, અમીન અબ્દુલ ગયૂમ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે, ભૂટાનના વડાપ્રધાનમંત્રી ત્શેરિંગ તોબ્ગેય, મારિશસના વડાપ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલાબ અને નેપાલના વડાપ્રધાનમંત્રી સુશીલા કોઇરાલા સામેલ છે. આ નેતાઓની સાથે થોડી-થોડી વાર મુલાકાત થતી રહી અને ત્યારબાદ 12.10 વાગે નરેન્દ્ર મોદીની વડાપ્રધાનમંત્રી નવાજ શરીફની સાથે મુલાકાત શરૂ કરી.

  લગભગ 45 મિનિટ સુધી ચાલેલી આ મુલાકાત દરમિયાન તેમણે આતંકવાદ સહિત કેટલાક મુદ્દાઓ પર વાતચીત કરી. બંને નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના સંસદની સ્પીકર શિરીન શરમિન સાથે મુલાકાત કરી અને બોર્ડર કરાર પર ભાર મૂક્યો. તેમણે એ પણ સંકેત કર્યો કે પડોશી દેશની સાથે તીસ્તા જળ વહેંચણી કરાર પર વાતચીત કરવાથી ભારત પીછે હટ કરી રહ્યું નથી.

  પોતાની કુટનીતિક મુલાકાતો બાદ નરેન્દ્ર મોદી પૂર્વ વડાપ્રધાનમંત્રી મનમોહન સિંહના 3 મોતીલાલ નહેરૂ માર્ગ સ્થિત આવાસ પર ગયા અને તેની મુલાકાત કરી. ત્યારબાદ સાઉથ બ્લોકમાં તેમને પોતાના મંત્રીમંડળની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરી. કાનૂન અને સૂચના તથા પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે પછી જાહેરાત કરી કે ભાજપ નીત સરકારે વિદેશોમાં જમા કાળા નાણાની તપાસ કરવા માટે સર્વોચ્ચ કોર્ટના સેવાનિવૃત ન્યાયાધીશ એમ.બી.શાહની અધ્યક્ષતામાં વિશેષ તપાસ દળ (એસઆઇટી) નિમવાનો નિર્ણય લીધો છે.

  રવિશંકર પ્રસાદે કહ્યું ''આ સંતોષનો વિષય છે કે સર્વોચ્ચ કોર્ટના આદેશ અનુસાર કાળું નાણું લાવવા માટે અમે એસઆઇટી નિમવાનો નિર્ણય લીધો છે.'' તેમણે કહ્યું ''ઉચ્ચસ્તરના વિત્તીય, રાજસ્વ અને આર્થિક મેનેજમેંટ એસઆઇટીના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ દેશની નવી સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.'' જો આ વિશે કોઇ અધિકૃત આંકડો નથી, પરંતુ વિભિન્ન અનુમાનોમાં કહેવામાં આવ્યું છે કે વિદેશોમાં જમા કાળું નાણું 1.4 ખરબ ડોલર થઇ શકે છે.

  English summary
  Prime Minister Narendra Modi and his cabiniet got down to work during its very first meeting afternoon. They set up a SIT under two retired Supreme Court judges to probe black money stashed abroad.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more