મારી વિરુદ્ધ પહેલી FIR, આ દિવસ ક્યારેય નહીં ભૂલું: મોદી

Google Oneindia Gujarati News

તિરુપતિ, 1 મેઃ અમદાવાદના રાણીપ ખાતે મતદાન કર્યા બાદ મીડિયાને સંબોધિત કરતી વખતે ભાજપનું ચૂંટણી ચિન્હ કમળને પ્રદર્શિત કરવાને લઇને પોતાના વિરુદ્ધ એફઆઇઆર દાખલ થવા અંગે પ્રતિક્રિયા આપતા મોદીએ કહ્યું કે, આ તેમના જીવનની પહેલી એફઆઇઆર છે, જેને તેઓ ક્યારેય નહીં ભૂલે.

narendra-modi-rally
ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું કે, કોંગ્રેસ હારનો સામનો કરી રહી છે અને એ વાતને લઇને પરેશાન છેકે એક સમયે ચા વેચનાર વ્યક્તિ તેમને પડકાર ફેંકી રહ્યો છે.

મોદીએ આંધ્ર પ્રદેશના તિરુપતિમાં જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે, મારા જીવનમાં મારી વિરુદ્ધ એક પણ એફઆઇઆર નોંધાઇ નથી. ત્યાં સુધી કે રસ્તા પર ખોટી દિશામાં સ્કૂટર ચલાવવા અથવા તો ખોટી રીતે પાર્કિંગ કરવા અંગેનો પણ કોઇ મામલો નોંધાયો નથી.

મોદીએ કહ્યું કે, હું જ્યારે અહી આવ્યો, કે તુર્ત મને માલુમ પડ્યું કે મારા વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. હું 30 એપ્રિલના દિવસને ક્યારેય નહીં ભૂલુ. જો કોઇ ચાકુ, પિસ્તોલ અથા બંદૂક દેખાડે તો વાત સમજમાં આવે છે, પરંતુ તમને ખબર છેકે મારા વિરુદ્ધ એફઆઇઆર શા માટે કરવામાં આવી છે, કારણ કે મે લોકોને કમળનું ફૂલ દર્શાવ્યું હતું.

English summary
Narendra Modi, who was booked in Gujarat for violation of electoral laws, on Wednesday night said no FIR has ever been lodged against him in his entire life and asserted that he will never forget this day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X