પહેલી યાદીમાં ભાજપે ઉત્તર પ્રદશના 6 સાંસદોની ટિકિટ કાપી, નવા ઉમેદવારોને મોકો મળ્યો

પહેલી યાદીમાં ભાજપે ઉત્તર પ્રદશના 6 સાંસદોની ટિકિટ કાપી

ભાજપે ધૂળેટીની સાંજે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ઉત્તર પ્રદેશના 28 ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. પાર્ટીએ તેમાંથી પોતાના 6 વર્તમાન સાંસદોની ટિકિટ કાપી લીધી છે. જેમાં કેન્દ્રીય મંત્રી કૃષ્ણા રાજ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન રામ શંકર કઠેરિયા સામેલ છે, જ્યારે પીએમ મોદી વારાણસી અને રાજનાથ સિંહ લખનઉથી બીજી વખત પોતાની કિસ્મત અજમાવશે. જ્યારે પાર્ટીએ કથિત વીવીઆઈપી સીટ અમેઠીથી રાહુલ ગાંધી વિરુદ્ધ સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યાં છે.

આ સાંસદોતનું પત્તું કપાયું

આ સાંસદોતનું પત્તું કપાયું

મોદી સરકારમાં કૃષિ રાજ્ય મંત્રી અને શાહજહાંપુરથી લોકસભા સાંસદ કૃષ્ણા રાજની ટિકિટ કાપી અરુણ સાગરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે આગરાથી વર્તમાન સાંસદ અને અનુસૂચિત જાતિના અધ્યક્ષ રામશંકર કઠેરિયાની ટિકિટ કાપી પ્રદેશ સરકારના મંત્રી એસ.પી. બધેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સંભલના સાંસદ સતપાલ સૈનીની ટિકિટ કાપી પરમેશ્વર સૈનીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પ્રકારે જ હરદોઈથી અંશુલ વર્માની ટિકિટ કાપી જય પ્રકાશ રાવતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મિશ્રિખ સાંસદ અંજુબાલાની જગ્યાએ અશોક રાવતને ટિકિટ આપવામાં આવી છે. ફતેહપુર સિકરીથી સાંસદ ચૌધરી બાબૂલાલની ટિકિટ કાપી રાજકુમાર ચહરને ટિકિટ આપવામાં આવી છે. જે 6 લોકોની ટિકિટ કાપવામાં આવી છે તેમાં 4 અનુસૂચિત જાતિ અને 2 ઓબીસીથી છે.

નવા ઉમેદવારોને મોકો

નવા ઉમેદવારોને મોકો

ભાજપે પોતાની પહેલી યાદીમાં કૃષ્ણા રાજ અને રામ શકંર કઠેરિયા ઉપરાંત અંશુલ વર્મા, બાબૂ લાલ ચૌધરી, અંજુ બાલા અને સત્યપાલ સિંહની ટિકિટ કાપી છે. આ સીટ પર જે નવા ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે તેમાં આગરાથી એસપી સિંહ બઘેલ, સંભલથી પરમેશ્વર લાલ સૈની, ફતેહપુર સીકરીથી રાજકુમાર ચહર, હરદોઈથી જયપ્રકાશ રાવત, મિશ્રિખથી અશોક રાવત અને શાહજહાંપુરથી અરુણ સાગર સામેલ છે.

આ જિગ્ગજોને મળ્યો મોકો

આ જિગ્ગજોને મળ્યો મોકો

ભાજપની પહેલી યાદીમાં યૂપીમાં જે લોકોને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે તેમાં રાઘવ લખનપાલ (સહારનપુર), સંજીવ કુમાર બાલિયાન (મુઝફ્ફરનગર), કુંવર ભારતેન્દ્ર સિંહ (બિઝનૌર), રાજેન્દ્ર અગ્રવાલ (મેરઠ), સત્યપાલ સિંહ (બાગપત), વિજય કુમાર સિંહ (ગાઝિયાબાદ) અને મહેશ શર્મા (ગૌતમબુદ્ધ નગર) સામેલ છે. જેમાંથી વીકે સિંહ કેન્દ્ર સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી, મહેશ શર્મા પર્યટન રાજ્ય મંત્રી અને સત્યપાલ સિંહ પણ રાજ્ય મંત્રી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X