For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઘાટીમાં મતદાન શરૂ, ઈન્ટરનેટ સેવા બંદ, મીરવાઈઝ નજરકેદ

જમ્મુ કાશ્મીરમાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં આજે કડક સુરક્ષા વ્યવસ્થા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ રહ્યુ છે. જે રીતે આતંકવાદીઓએ આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને બંધનું એલાન કર્યુ છે તેના જોતા સુરક્ષાબળો વિશેષ રૂપે સતર્ક છે. આજે પહેલા તબક્કાના મતદાનમાં કુલ 422 વોર્ડમાં લોકો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. મતદાન 7 વાગે શરૂ થઈ ગયુ છે. ચૂંટણી પહેલા આતંકવાદીઓએ મતદારો અને ઉમેદવારોને આ ચૂંટણીથી દૂર રહેવાની ધમકી આપી હતી જેના કારણે અહીં કેન્દ્રીય અર્ધસૈનિક બળોની 400 વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

jammu kashmir election

પ્રશાસને દાવો કર્યો છે કે રાજ્યમાં ચૂંટણીને જોતા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને ઉમેદવારોને સુરક્ષિત સ્થળો પર રાખવામાં આવ્યા છે. વળી, હુર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ મીરવાઈઝ ઉમર ફારુખને પોલિસે નજરકેદ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે આજે યોજાનાર ચૂંટણીમાં કુલ 1283 ઉમેદવારો મેદાનમાં છે. પહેલા તબક્કામાં જમ્મુના કુલ 247 વોર્ડ, કાશ્મીરના 149 વોર્ડ અને લદ્દાખના 26 વોર્ડમાં મતદાન થશે. વળી, 10 ઓક્ટોબરે બીજા તબક્કાનું મતદાન થશે જેમાં કુલ 384 વોર્ડ અને ત્રીજા તબક્કામાં 13 ઓક્ટોબરે 207 વોર્ડ, ચોથા તબક્કામાં 16 ઓક્ટોબરે 132 વોર્ડમાં મતદાન થશે.

આ પણ વાંચોઃ J&K: ચૂંટણી પહેલા 250 આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાંઆ પણ વાંચોઃ J&K: ચૂંટણી પહેલા 250 આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં

વળી મતગણતરી 20 ઓક્ટોબરે યોજાશે. રાજ્યમાં કુલ 1146 વોર્ડમાં ચાર તબક્કામાં મતદાન યોજાશે જેમાં કુલ 2990 ઉમેદવાર મેદાનમાં છે. જમ્મુથી 2137, શ્રીનગરથા 787, લદ્દાખથી 66 ઉમેદવાર મેદાનમાં છે. રાજ્યની બે મહત્વની પાર્ટીઓ પીડીપી અને નેશનલ કોન્ફરન્સે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ ડેઈલીહંટ ટ્રસ્ટ ઑફ ધી નેશન પોલઃ શું મોદી સરકારને બીજો એક મોકો આપવો જોઈએ?આ પણ વાંચોઃ ડેઈલીહંટ ટ્રસ્ટ ઑફ ધી નેશન પોલઃ શું મોદી સરકારને બીજો એક મોકો આપવો જોઈએ?

English summary
First phase of voting for Local body polls in Jammu Kashmir today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X