For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂપેન્દ્ર પટેલ : પહેલી વખતના ધારાસભ્ય બન્યા ગુજરાતના નવા મુખ્ય મંત્રી

ભૂપેન્દ્ર પટેલ : પહેલી વખતના ધારાસભ્ય બન્યા ગુજરાતના નવા મુખ્ય મંત્રી

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી દેવાઈ છે, તેઓ ઘાટલોડિયા બેઠકથી ધારાસભ્ય છે.

શનિવારે વિજય રૂપાણીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું, એ પછી નવા મુખ્ય મંત્રીના નામ અંગે અટકળો શરૂ થઈ ગઈ હતી. જેનો હવે અંત આવી ગયો છે.


પહેલી વખત ધારાસભ્ય

ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેઓ અંડર ગ્રૅજ્યુએટ છે.

તેઓ વ્યવસાયે બિલ્ડર છે. તેઓ ગુજરાતમાં કોઈ પણ ખાતાના મંત્રી નહોતા.

જોકે તેઓ પાટીદારોમાં વગ ધરાવતી સંસ્થાઓ સરદારધામના ટ્રસ્ટી છે. તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન છે.

તેઓ 1995-96, 1999-2000 અને 2004-06 સુધી મેમનગર નગરપાલિકામાં પ્રવૃત્ત હતા. આ સિવાય તેઓ અમદાવાદ સ્કૂલ બોર્ડમાં વર્ષ 2008-10 સુધી ચૅરમૅન તરીકે પણ કાર્યરત્ હતા. 2010-15 સુધી તેઓ થલતેજ વૉર્ડના

કાઉન્સિલર અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન હતા. તેમજ વર્ષ 2015-17 સુધી તેઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના ચૅરમૅન હતા.

ગુજરાત વિધાનસભાની વેબસાઇટ અનુસાર તેઓ ક્રિકેટ અને બૅડમિન્ટનનો શોખ ધરાવે છે.

https://www.youtube.com/watch?v=niFFVj2mxaQ

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
First time MLA Bhupendra Patel became CM of Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X