For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીજી, મારાથી વધુ મને રાજ્યની ફિટનેસની ચિંતાઃ કુમારસ્વામી

પીએમ નરેન્દ્ર મોદીની ફિટનેસ ચેલેન્જ પર કર્ણાટકના સીએમ કુમારસ્વામીએ જવાબ આપી દીધો છે. તેમણે આ સંદર્ભમાં એક ટ્વિટ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

પીએમ નરેન્દ્ર મોદીની ફિટનેસ ચેલેન્જ પર કર્ણાટકના સીએમ કુમારસ્વામીએ જવાબ આપી દીધો છે. તેમણે આ સંદર્ભમાં એક ટ્વિટ કર્યુ છે. જેમાં પહેલા તો તેમણે પીએમ મોદીનો તેમની હેલ્થ પ્રત્યે ચિંતા વ્યક્ત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો પરંતુ ત્યારબાદ તેમણે કટાક્ષ કરતા લખ્યુ કે તેમને પોતાની ફિટનેસથી વધુ રાજ્યની ફિટનેસની ચિંતા છે અને એટલુ જ નહિ તેમણે પીએમ મોદી પાસેથી રાજ્યની ફિટનેસ સુધારવા માટે સમર્થન પણ માંગી લીધુ છે.

kumarswami

ઉલ્લેખનીય છે કે કર્ણાટકના સીએમે ટ્વિટર પર લખ્યુ કે પ્રિય નરેન્દ્ર મોદીજી, મારી હેલ્થની ચિંતા વ્યક્ત કરવા બદલ હું તમારો આભાર માનુ છુ, હું માનુ છુ કે ફિઝિકલ ફિટનેસ બધા માટે મહત્વપૂર્ણ છે અને તેનુ સમર્થન પણ કરુ છુ. યોગ-ટ્રેડમિલ મારા રોજિંદા વર્કઆઉટના પણ ભાગ છે તેમછતાં હું મારા રાજ્યની ફિટનેસ વિશે વધુ ચિંતિત છું અને આના માટે તમારુ સમર્થન ઈચ્છુ છુ.

પીએમ મોદીએ ફિટનેસ વીડિયો રિલીઝ કર્યો

તમને જણાવી દઈએ કે આજે સવારે પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિટનેસ વીડિયો રિલીઝ કર્યો. જેમાં તે યોગ ઉપરાંત વિવિધ યોગાભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે. પોતાના આ વીડિયોમાં પીએમ મોદીએ કર્ણાટકના સીએમ કુમારસ્વામી, ટેબલ ટેનિસ ખેલાડી માનિક બત્રા અને 40 થી વધુ ઉંમરના આઈપીએસ ઓફિસરોને ફિટનેસ ચેલેન્જ આપી છે. જેની પ્રતિક્રિયામાં કુમારસ્વામીએ પણ કર્ણાટક સીએમ ટ્વિટર હેન્ડલથી તેમને તરત જ જવાબ આપ્યો.

English summary
Karnataka Chief Minister H D Kumaraswamy on Wednesday replied to Prime Minister Narendra Modi's Fitness Challenge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X