સગીર છોકરી પર પાંચ નરાધમોએ ગેંગરેપ કર્યો, 3ની ધરપકડ
સગીર છોકરી પર પાંચ નરાધમોએ ગેંગરેપ કર્યો, 3ની ધરપકડ
સમાચાર ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાથી છે, અહીં સગીર છોકરી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે બીજા સમુદાયના પાંચ યુવકોએ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું છે અને જીવથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી લીધી છે. એએસપી અને સીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને 5 આરોપીઓમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, અન્ય બે નરાધમોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દુષ્કર્મ આચર્યો
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મામલો હરદોઈ જિલ્લાના સાંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક ગામનો છે. પીડિતાના ભાઈએ પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું કે 15 જૂનની રાતે તેની 15 વર્ષીય બહેન રાત્રે લગભગ 11 વાગ્યે શૌચ માટે ખેતર તરફ ગઈ હતી. આ દરમિયાન ગામના જ રહેવાસી જંડૈલી, જીશાન, અબ્દુલ, દિલશાદ અને તસલીમ ત્યાં પહોંચી ગયા. યુવકોએ તમંચાના જોરે વારા ફરતી કિશોરી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે.

મારી નાખવાની ધમકી આપી
પીડિતાએ બુમાબુમ કરતાં આરોપીઓએ મારી નાખવાની ધમકી આપી અને ત્યાંથી ફરાર થઈ ગયા. પીડિતાના ભાઈનું કહેવું છે કે આરોપી દબંગ છે. આ લોકોએ તેને અને તેના પરિજનોને ઘરેથી નથી નિકળવા દીધા. કેવીક રીતે તે નીકળી સાંડી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સ્ટેશન ઈન્ચાર્જ અનિલ સક્સેનાને આખી ઘટનાની જાણકારી આપી. ઘટના વિશે માલૂમ પડતાં જ પોલીસ હરકતમાં આવી ગઈ અને કિશોરાના ગામ જઈ પ્રાથમિક તપાસ બાદ ઘટનાનો રિપોર્ટ નોંધી લીધો છે.

પોલીસે સખ્ત કાર્યવાહીની વાત કહી
અપર પોલીસ અધીક્ષક અનિલ કુમાર યાદવે કહ્યું કે સાંડી પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ દ્વારા ફરિયાદ પત્ર આપી આરોપ લગાવવામાં આવ્યો કે તેની બહેન સાથે પાંચ લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી. નામજદ પાંચ શખ્સમાંથી 3ની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ છે. પીડિતાનું મેડિકલ કરાવવામાં આવી રહ્યું છે. આ મામલે જે કોઈપણ દોષી હશે તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે.












Click it and Unblock the Notifications
