રાયપુરમાં ચાલી રહ્યું સેક્સ રેકેટ, મુંબઈની યુવતીઓ પકડાઈ
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પોલીસે એક સેક્સ રેકેટનો ભાંડો ફોડીને 4 કોલગર્લ અને એક દલાલની ધરપકડ કરી છે.
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પોલીસે એક સેક્સ રેકેટનો ભાંડો ફોડીને 4 કોલગર્લ અને એક દલાલની ધરપકડ કરી છે. પોલીસે અહીંથી 7 ગ્રાહકોને પણ પકડ્યા છે. આ સેક્સ રેકેટ રાયપુરના બોરીયાકલા વિસ્તારમાં ચાલી રહ્યું હતું. પોલીસે સૂચના મળ્યાના આધારે રવિવારે છાપો મારીને આ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે છાપો માર્યો ત્યારે યુવક અને યુવતીઓ આપત્તીજનક હાલતમાં હતા.

વહાર્ટસપથી ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ
પોલીસે જણાવ્યું કે આખું સેક્સ રેકેટ વહાર્ટસપ ઘ્વારા ચાલી રહ્યું હતું. વહાર્ટસપ પર ફોટો બતાવીને યુવતીઓની કિંમત જણાવવામાં આવતી હતી. વહાર્ટસપ પર જ જગ્યા નક્કી થતી હતી અને કોલગર્લ મોકલવામાં આવતી હતી. તેના બદલામાં ત્રણ થી પાંચ હજાર રૂપિયા લેવામાં આવતા હતા. પોલીસને ત્યાંથી 8 મોબાઈલ, 61 હજાર રૂપિયા અને ગ્રાહકોની જાણકારી વાળી ડાયરી પણ મળી આવી.

મુંબઈ અને કલકતાની યુવતીઓ
પોલીસે જણાવ્યું કે જે યુવતીઓ પાસે ધંધો કરાવવામાં આવી રહ્યો હતો, તે યુવતીઓ મુંબઈ અને કલકતાથી રાયપુર આવી હતી. આ બધી જ યુવતીઓ એક મહિનાના કોન્ટ્રાકટ પર રાયપુર આવી હતી. છેલ્લા 28 દિવસથી આ યુવતીઓ અહીં જ હતી અને 29માં દિવસે તેઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા. પોલીસે કેસ નોંધીને યુવતીઓ, ગ્રાહક અને દલાલને જેલમાં મોકલી આપ્યા છે.

મુખ્ય આરોપીની હજુ શોધ
પોલીસે જણાવ્યું કે આ મામલે મુખ્ય આરોપી જે મુંબઈ, કોલકાતા અને દિલ્હીથી યુવતીઓને બોલાવીને કારોબાર કરાવે છે, તે હજુ પકડની બહાર છે. ફરાર થયેલા દલાલે વહાર્ટસપ ગ્રુપ બનાવ્યું હતું જેના ઘ્વારા યુવતીઓની માહિતી આપવામાં આવતી હતી. આ બધું જ એક ભાડાના મકાનમાં ચાલી રહ્યું હતું.












Click it and Unblock the Notifications
